Western Times News

Gujarati News

ભાણીયાના જંગલમાં તરખાટ મચાવનાર ચંદન ચોર ગેંગના ૪ આરોપી ઝડપાયા

ખાંભા, ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય થઈ હતી અને ભાણીયા અને રેબડી જંગલ અને ગીદરડી દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં ચંદનના બહોળી સંખ્યામાં વૃક્ષોનું કટીંગ કરી ચોરાઈ ગયા હોવાનું સામે આવતા વન વિભાગે ચંદન ચોરોને પકડવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો અને રાજસ્થાનના ચિતોડગઢના ચાર આરોપીને પકડયા બાદ વન વિભાગે સરસિયાના વધુ ચાર આરોપીઓને પકડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા અને રેબડી જંગલમાં ચંદનચોર ગેંગ સક્રિય થઈ હતી. ગીદરડી ગામે રેવન્યુ વિસ્તારમાં ખેડૂતની વાડીમાંથી પણચંદનનું એક વૃક્ષ કપાયું હતું. દલખાણીયા રેવન્યુ વિસ્તારમાંથી પણ ખેડૂતની વાડીમાંથી ત્રણથી વધારે ચંદનના વૃક્ષ કપાયા હતા.

વન વિભાગે જંગલમાં સક્રિય ચંદન ચોર ગેંગને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. ખાંભા આર.એફ.ઓ. રાજલ પાઠક સહિત સ્ટાફને ૧૯ સપ્ટેમ્બરના રોજ ભાણીયા ગામના જંગલની અંદર એક અજાણી ફોરવ્હીલ ઘુસી હોવાની બાતમી મળતા ખાંભા વન વિભાગ દ્વારા

આ કારમાં સવાર ઈસમો અને ફોરવ્હીલ ગાડીને ખાંભા રેન્જ ઓફિસે ખસેડી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. શાહરૂખ અલી (ઉ.વ.ર૭), મહંમદ શેખ (ઉ.વ.રપ) આમિર ખાન પઠાણ (ઉ.ર૮) પવન વર્મા (ઉ.વ.ર૮) તમામ ચિતોડગઢવાળાઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

વન વિભાગ દ્વારા ચંદન પ્રકરણમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવતા ધારીના સરસિયા ગામેથી જય કિરણ ભીખુ જાેશી, લાલજી વિઠ્ઠલ અંજપરા, કિશોર મકન મેહતા, સાગર વીરજી પાટડિયાને દબોચી લીધા હતા. વન વિભાગને સરસિયા ગામેથી આરોપી પાસેથી ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા આરોપીને કોર્ટમાં રજુ કરતા ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.