Western Times News

Gujarati News

હવે ગોવા જાવ ત્યારે ક્રિકેટર યુવરાજ સીંઘના ઘરે રહેવા મળશે

યુવરાજ સીંઘ ગોવાના ઘર પર એર BNBની એક્સક્લુઝીવ સ્ટેની યજમાની કરી રહ્યાં છે-યુવરાજ સીંઘ એરબીએનબીની યજમાની કરનારા ભારતના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુપરસ્ટાર બને છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઈકોન યુવરાજ સીંઘ એરબીએનબી યજમાની કરી રહ્યાં છે અને એક્સક્લુઝીવ છ વ્યક્તિઓના ગ્રુપને તેમના ગોવા, ભારતના ઘર ખાતે વન-ટાઈમ-સ્ટે ઓફર કરી રહ્યાં છે.

સાંસ્કૃતિક ધરોહર ધરાવતા ગોવા ના નયનરમ્ય કુદરતી દરિયાકિનારા પાસે અલૌકિક સૌંદર્ય ધરાવતા પહાડોના દૃશ્યવાળું યુવરાજસિંઘનું આ વિલા અદ્ભુત છે. તેના નૈસર્ગિક દરિયાકિનારા, નવીનતમ ભોજન અને પ્રેમાળ મહેમાનગતી માટે પ્રખ્યાત, ગોવા એ ભારતનું અને વિશ્વભરના પ્રવાસીઓનું સતત સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે

સિંઘે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન અને કેરીયર નિર્ધારિત કરતી ક્રિકેટ રમી છે, તે હવે એરબીએનબીની યજમાની કરનારા ભારતના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનીને બીજી એક સીદ્ધી હાંસલ કરી રહ્યાં છે

છ મહેમાનોને ક્રિકેટરના ત્રણ બેડ-રૂમ હોલી ડે હોમની અંદર એક્સેસ મળશે જે એમની ખુબ જ બધી વ્યક્તિગત યાદો અને પીચ પર તેના વર્ષોની અર્થપુર્ણ યાદોથી ભરેલું છે.

airbnb.com/yuvrajsingh પર બુક થઈ શકે એવુ, સીંઘનું ઘર એક રાત્રીના INR 1212ની* કિંમત પર ઉપલબ્ધ છે – સીંઘનો જન્મદિવસ અને જર્સી નંબર – આ બે રાત્રીના રોકાણ 14-16 ઓક્ટોબર, 2022 માટે છે.

“મારું ગોવાનું ઘર મારા માટે હંમેશા ખાસ રહ્યું છે. જ્યારે મારું કામ મને દુનિયાભરમાં લઈ જાય છે, આ વિલા જ્યાં મારી પત્નિ અને હું અમારા મિત્રો અને પરિવાર સાથે એક સારો સમય પસાર કરવા માટે અહિંયા આવીયે છે. હું એરબીએનબીનો હોસ્ટ બનવા આતુર છું અને મારા ઘરના દરવાજા નસીબદાર છ લોકો માટે ખોલું છું,” યુવરાજ સીંઘ એ જણાવ્યું

ઘર વિશે  *ટેકરીની ટોચ પર અનકૂળ બિંદુ પર સ્થિત, આગળની બાજુ 180 ડિગ્રીના પેનેરેમીક દરિયાઈ વ્યુ સાથે, કાસા સીંઘ રંગબેરંગી ગોવાના સુર્યની મોહકતાનો એક રમણીય સેટીંગ ઓફર કરે છે.

વિશાળ ડેક અને ટેરેસ જેમાં પ્લાન્ટ્સ રોપેલા છે અને હરિયાળી છે, જે બોગનવિલે અને અન્ય ફૂલોના રંગના પોપથી પથરાયેલું છે. એક વૈભવી સ્વિમીંગ પુલમાં સ્વિમ અંદર એક બાર છે અને વિલામાં ઘણા એવા ખુણા છે જે કંટાળાજનક બપોરમાં વાંચન અને એલફ્રેસ્કો ભોજનનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ છે.

સ્થાનિક ગોઅન થાળી ઘરના પર્સનલ શેફ દ્વારા ડાઈનીંગ રૂમમાં પિરસવામાં આવશે જે મેઝેઈન વિસ્તારની બાજુમાં છે. આખું ઘર સીંઘના પરિવારના ફોટાથી અને ઘણા ક્રિકેટના યાદગાર મોમેન્ટ્સ  જેમાં તેની પહેલી ઓડીઆઈ 150 પણ છે તેનાથી ભરપુર છે.

“અમે ક્રિકેટ આઈકોન યુવરાજ સીંઘ સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છે કે અમે તેની સુંદર ગોવાની પ્રોપર્ટીને એરબીએનબીને વન-ટાઈમ-ઓનલી સ્ટે તરીકે લીસ્ટ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ ફરીથી તેજીમાં હોવાની સાથે, અમને આનંદ આ કદી ન ભુલી શકાય તેવા અનુભવને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ઓફર કરતા અને સીંઘને અમારા ભારતના વાઈબ્રન્ટ હોસ્ટ કોમ્યુનીટીમાં ઉમેરતા આનંદ આવે છે,” અમનપ્રિત બજાજ, એરબીએનબીના જનરલ મેનેજર, ભારત, સાઉથઈસ્ટ એશીયા, હોંગકોંગ અને તાઈવાન જણાવે છે.

રહેઠાણ વિશે –  મહેમાનોને કાસા સીંઘમાં એક્સક્લુઝીવ એક્સેસ મળશે, પોતે દરિયાની નજીક જીવનની શાંતિપ્રિય શૈલીને માણી શકશે.

રહેઠાણની કેટલાક વિશેષતાઓ

– પહોંચ્યાની સાથે યુવરાજ સીંઘ સાથે વર્ચ્યુઅલ ગ્રીટ-એન્ડ-મીટ

– એક ખાસ વેલકમ નોટ જેમાં સીંઘની ગોવાની પસંદગીના સ્થળની યાદી

– ઈ-બાઈક પર મનોહર દિવાર ટાપુ પર ફરવાની મોજ, મેન્ગ્રુવના ખેતરો, ચર્ચ, મંદીરો અને સુંદર ઘરોમાં થઈને ચલાવવાનું.

– આઉટડોર ડેક પર સનડાઉનર્સ યુવરાજની મનપસંદ સ્થાનિક વાનગીઓને હાઇલાઇટ કરતા બેસ્પોક ભોજન રજૂ કરે છે

– યુવરાજની યાદગાર ઈનિંગનું સ્ક્રિનિંગ – એ ક્ષણોને ક્રિકેટરના ઘરમાં બેસીને માણવાની તક

– સંપુર્ણ રહેઠાણ દરમ્યાન જે ઈચ્છો તે મેનું, જેમાં યુવરાજની પસંદગીની ડિશો પર છે.

– યુવરાજ તરફથી એક વ્યક્તિગત ચીજ જે એક સંભારણા તરીકે મળશે.

કેવી રીતે બુક કરાવશો – 

બુકિંગ સપ્ટેમ્બર 28ના રોજ બપોર 1 વાગે airbnb.com/yuvrajsingh પર ચાલુ થશે. મહેમાનોને ગોવા આવવાનું અને જવાનું પોતે બુક કરવાનું રહેશે.

*ટેક્સ અને ફી અલગથી. આ બે દિવસ-રાત્રીનું રોકાણ કોઈ સ્પર્ધા નથી. એરબીએનબી ખુબ જ ચીવટપુર્વક ભારતના ઈન્ફેક્શન રેટ અને સરકારી ધારાધોરણોનું ધ્યાન રાખી રહ્યું છે અને જો બુકિંગ કેન્સલ થશે તો ગેસ્ટને એરબીએનબી USD1,000નું ક્રેડિટ  ઓફર કરશે.

આ પ્રેસ રીલીઝ સુરક્ષિત અને જવાબદારીભર્યા પ્રવાસને પ્રોત્સાહન આપે છે. જે પ્રવાસીઓ બુકિંગ કરાવવા ઈચ્છે છે તેઓ ધ્યાન રાખે કે આ રહેઠાણ માટે સ્થાનિક કોવિડ-19 માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવું જરૂરી છે. મહેમાને સ્થાનિક અને રાજ્યના માર્ગદર્શનનું પાલન કરવાનું રહેશે તથા

એરબીએનબીની કોવિડ-19 સેફ્ટી પ્રેક્ટીસને પણ ફોલો કરવી પડશે, જેમાં સ્થાનિક નિયમો અને ધારાધોરણોમાં આવતા માસ્ક પહેરવાનું ફરજીયાત છે અને સામાજીક અંતર જાડવવાનું ફરજીયાત છે તેનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. મહેમાનોએ ગોવા આવવાનું અને જવાનું પોતાની જવાબદારી પર કરવાનુ રહેશે અને તેમની પાસે ચોક્કસપણે એરબીએનબી પર રજીસ્ટર્ડ એકાઉન્ટ હોવું જરૂરી છે. બીજી શરતો અને નિયમો લાગુ છે. તેના માટે જુઓ airbnb.com/yuvrajsingh.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.