Western Times News

Gujarati News

ખેડાના ઉંઢેરા ગામમાં ગરબા ગાતા લોકો ઉપર પથ્થરમારો

પ્રતિકાત્મક

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો

ખેડા,  જિલ્લામાં ફરીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માતર પોલીસ, ન્ઝ્રમ્, ર્જીંય્ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થરમારામાં ૬થી ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, ગામમાં જ્યારે નવરાત્રી ચાલી રહી હતી

તે દરમિયામન આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા હતા. આ લોકોએ ગરબામાં અડચણરૂપ બન્યા હતા. જેથી પહેલા ગામના લીડરોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યા ન હતા. આ લોકો થોડા પાછળ જઇને લોકો સામે પથ્થરમારો કર્યો હતો.

હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાલ ગામમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.