Western Times News

Gujarati News

અમદાવાદના મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધાનો અભાવ

(એજન્સી)અમદાવાદ, ૨ ઓક્ટોબરથી સમગ્ર શહેરમાં આખરે મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે. પહેલા જ દિવસે તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ૪૧,૭૦૦ જેટલી ટિકિટ વેચાઈ હતી.

મેટ્રો ટ્રેન ભલે શહેરના એક છેડેથી બીજા છેડે સાવ ઓછા સમયમાં પહોંચાડી દેતી હોય પરંતુ પાર્કિંગ વ્યવસ્થાના અભાવના કારણે તે નિયમિત ધોરણે લોકોને તેનો ઉપયોગ કરવાથી અટકાવી શકે છે. બસ સ્ટેશન પાસેથી પાર્કિંગની સુવિધા ન હોવાથી બીઆરટીએસમાં મુસાફરી કરતાં લોકોને પહેલાથી જ અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્ટેડિયમ ચાર રસ્તા, કોમર્સ સિક્સ રોડ, ગુરુકુળ, દૂરદર્શન અને થલતેજના મેટ્રો સ્ટેશનમાં ટુ-વ્હીલર કે કાર માટે પાર્કિંગની વ્યવસ્થા નથી. કાલુપુર મેટ્રો રેલ સ્ટેશન એક માત્ર એવું સ્ટેશન છે જ્યાં ટુ-વ્હીલરનું પાર્કિંગ છે. મેટ્રો રેલના મેનેજિંગ ડિરેક્ટર એસ.એસ. રાઠોડે જણાવ્યું હતું કે

મેટ્રોનો હેતુ રસ્તાઓ પરથી પસાર થતાં વાહનોને ઘટાડવાનો છે. જાે મુસાફરો તેમના વાહનો લઈને સ્ટેશન પર આવશે તો તે જ સ્થિતિ રહેશે. વૈશ્વિક સ્તરે, મેટ્રો રેલનો કોન્સેપ્ટ ટ્રાફિકને હળવો કરવાનો છે. અમારી પાસે દર ૧થી ૧.૨ કિમીના અંતરે મેટ્રો સ્ટેશન છે

અને અમારો કેચમેન્ટ વિસ્તાર મેટ્રો સ્ટેશનથી ૬૦૦ મીટર દૂર છે. આ સિવાય બે પોઈન્ટ એવા છે જ્યાં રૂપ બીઆરટીએસ સાથે એકરૂપ થાય છે અને તેનો ઉપયોગ કનેક્ટિવિટી માટે થઈ શકે છે. સ્ટેશન પર ફક્ત સાત મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.

બહાર રસ્તાની બાજુએ પાર્ક કરેલી કાર સ્થાનિક ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા અન્ય વ્યવસાયોના મુલાકાતીઓની હતી. સ્ટેશન મેનેજર પાઠકે જણાવ્યું હતું કે, ‘હાલમાં પાર્કિંગની જગ્યા નથી. તે પછીની તારીખે બનાવવામાં આવી શકે છે’. આ સિવાય થલતેજમાં પણ આ જ સ્થિતિ હોવાથી કેટલાક મુસાફરોએ સીડી પાસે રોડ પર વાહનો પાર્ક કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.