Western Times News

Gujarati News

કોંગ્રેસની દિવાળી બગડે તેવા સંકેત: હજુ મોટા ધડાકા થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ૨ ધારાસભ્યો ભાજપમાં જાેડાવાની ફિરાકમાં-ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે ધારાસભ્ય કેસરીયો કરશે તેવી માહિતી સૂત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહી છે

ગાંધીનગર,  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજાેડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી શકે છે.

આ વખતે કોંગ્રેસના ગઢના ગાબડું પાડવાની ફિરાકમાં ભાજપમાં તૈયાર છે. મોટા માથા અને લોકચાહના ધરાવતા કોંગ્રેસના એમએલએને પડખે કરવા લોબિંગ થઈ રહ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના બે ધારાસભ્ય ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.

તેની તૈયારી પણ થઈ ગઈ છે બસ મોકો જાેઈ ચોકો મારવાની લ્હાયમાં બે ધારાસભ્યો બેઠા છે. સાથે એ પણ નક્કી જ છે કે રે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જાેડાશે. અને બંને ધારાસભ્યો સૌરાષ્ટ્ર કોંગ્રેસના હોવાની માહિતી સૂત્ર મુજબ પ્રાપ્ત થઈ રહી છે.

દેશમાં ચૂંટણીઓ નજીક આવતા નેતાઓના પાર્ટી બદલવાનો સિલસિલો પણ પ્રારંભ થઇ જતો હોય છે અને એમાં પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસ તૂટે એ વાતમાં કોઇ ગુજરાતીને શક ન હોય ત્યારે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે એવામાં અમદાવાદ કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે.

ગઈકાલે અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલ  નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં AAP માં જાેડાયા હતા તો સાથે સાથે પૂર્વ છબીલ મહેતાના સુપુત્રી નીતાબેન, સામાજિક આગેવાન ડો.સુનિલ જાદવ અને હળવદ ન.પાના પૂર્વ પ્રમુખ મનસુખ પટેલ પણ જાેડાયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક નેતાએ પક્ષ બદલ્યો છે. ગઠબંધન તૂટ્યા બાદએ મોટો ઝટકો આપ્યો છે.  ચૈતર દામજી વસાવા AAP માં જાેડાયા છે. અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને છછઁ માં આવકાર્યા છે. ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ પદ ચૈતર વસાવા સંભાળી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.