Western Times News

Gujarati News

પથ્થરમારો કરનારને પોલીસે થાંભલા સાથે બાંધીને ડંડા માર્યા

Kheda Undhela stone pelting gujarat

ઉંઢેલા ગામમાં ગરબાના કાર્યક્રમમાં તોફાન મચાવનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

ખેડા,  રાજ્યમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. રાત્રે રાજ્યભરમાં લોકો ગરબે રમી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે. કોઈ જગ્યાએ વિધર્મી યુવકો ગરબામાં ઘુસી જતા મામલો ગરમાયો હતો.

તો ખેડાના ઉંઢેલા ગામે અસામાજિક તત્વોએ આઠમાં નોરતે ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી અને ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસ આ આરોપીઓને ગામમાં લાવી પહોંચી હતી. ત્યારબાદ ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની ખેડા એલસીબી પીઆઈ અશોક પરમારે જાહેરમાં સરભરા કરી હતી.

પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

આ જાેવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જાેડીને લોકોની માફી માંગી હતી. તમામ ૧૦ આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત ૬-૭ મહિલાઓને ઈજા પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.