Western Times News

Gujarati News

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર 31 માર્ચ 2023ના રોજ શરૂ થશે 

“Isha Ambani Announces Opening of India’s First Multi-Disciplinary Cultural Centre in Mumbai”

ઈશા અંબાણીએ મુંબઈમાં ભારતનું પ્રથમ મલ્ટી-ડિસિપ્લીનરી કલ્ચરલ સેન્ટરના પ્રારંભ અંગેની જાહેરાત કરી

મુંબઈ,  ઈશા અંબાણીએ ​​મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં કળા ક્ષેત્રે અનોખા કેન્દ્ર એટલે કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પ્રારંભ અંગેની જાહેરાત કરી હતી. “Isha Ambani Announces Opening of India’s First Multi-Disciplinary Cultural Centre in Mumbai”

એક શિક્ષણશાસ્ત્રી, ઉદ્યોગપતિ, પરોપકારી અને લાંબા સમયથી કળાના ચાહક અને સેવક એવા તેમના માતા નીતા એમ. અંબાણીને સમર્પિત આ એક સાંસ્કૃતિક કેન્દ્ર સીમાચિહ્ન બની રહેશે.

NMACC જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલું છે, જે ભારતની નાણાકીય અને મનોરંજન રાજધાનીના કેન્દ્રમાં આવેલું દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર, રિટેલ અને હોસ્પિટાલિટી આઉટલેટ્સ અને અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ત્રણ માળની ઇમારતમાં પર્ફોર્મિંગ તેમજ વિઝ્યુઅલ આર્ટ માટે ખાસ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સમર્પિત જગ્યાઓની ત્રિપુટીમાં ધ ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબનો સમાવેશ થાય છે અને તે તમામ અનુભવોની વિશાળ શ્રેણીને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં ઇન્ટિમેટ સ્ક્રીનીંગ અને સ્ટિમ્યુલેટિંગ કોન્વર્સેશનથી માંડીને મલ્ટીલિંગ્વલ પ્રોગ્રામિંગ અને ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર ચાર માળ ધરાવતા આર્ટ હાઉસને પણ લોન્ચ કરશે અને તે અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોને આકર્ષિત કરશે.

આ પ્રસંગે બોલતા, ઈશાએ કહ્યું કે, “નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર માત્ર એક સ્થળ કરતાં ઘણું વધારે છે – તે કળા, સંસ્કૃતિ અને ભારત પ્રત્યેના મારી માતાના પ્રેમ અને જુસ્સાની પરાકાષ્ઠા પણ છે. તેમણે હંમેશા એક પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું છે, જે ઓડિયન્સ, આર્ટિસ્ટ અને પર્ફોર્મર્સ માટે આવકારદાયક હોય. NMACC માટે તેમનું વિઝન ભારત વિશ્વ સમક્ષ જે પ્રસ્તુત કરે છે તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાનું અને સમગ્ર વિશ્વને ભારતમાં લઈ આવવાનું છે.”

31મી માર્ચ 2023ના રોજ, NMACCના દરવાજા ત્રણ દિવસના અદભૂત પ્રોગ્રામ સાથે લોન્ચ થશે.

શુક્રવાર, 31 માર્ચ 2023: સિવિલાઈઝેશન ટુ નેશન: ધ જર્ની ઓફ અવર નેશનઃ 2,000 સીટર ગ્રાન્ડ થિયેટરમાં પ્રશંસનીય ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન પર્ફોર્મિંગ આર્ટ્સ માટેના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ શાસ્ત્રીય નાટ્ય શાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા જણાવવામાં આવેલા ભારતીય સંસ્કૃતિની સંવેદનાત્મક કથાને એકસાથે રજૂ કરશે. આ નાટકીય પ્રદર્શનમાં 700થી વધુ કળાકારો ભાગ લેશે અને નૃત્ય, સંગીત તથા કઠપૂતળી જેવા કળા સ્વરૂપો દર્શાવે છે.

શનિવાર, 1 એપ્રિલ 2023:

ફેશનમાં ભારત: ફેશનેબલ ઇમેજિનેશન પર ભારતીય પરિધાન અને વસ્ત્રની અસર: ધ વર્લ્ડ ઑફ ઇન્ટિરિયર્સના એડિટર-ઇન-ચીફ અને વોગ યુએસના ઇન્ટરનેશનલ એડિટર-એટ-લાર્જ તથા પ્રખ્યાત લેખક અને કોસ્ચ્યુમ નિષ્ણાત હેમિશ બાઉલ્સ દ્વારા સુશોભિત આ પ્રદર્શન 18મી-21મી સદીમાં ફેલાયેલી વૈશ્વિક ફેશન પર વસ્ત્ર, ઝવેરાત અને સપાટીના સુશોભનમાં ભારતની વ્યંગાત્મક પરંપરાઓની વ્યાપક અસર અને પ્રભાવની નિશાનીઓ રજૂ કરાશે. આ પ્રદર્શનની સાથે ભારતના વ્યાપક ઇતિહાસ અને વિશ્વભરની ફેશન પર પ્રથમ વખત તેની અસરનું દસ્તાવેજીકરણ કરતી રિઝોલી દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બૂક છે પ્રસ્તુત કરવામાં આવશે.

રવિવાર, 2 એપ્રિલ 2023: સંગમ કોન્ફ્લુઅન્સ: ભારતના અગ્રણી સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી રણજિત હોસ્કોટ અને મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ (MOCA), લોસ એન્જલસના ભૂતપૂર્વ ડિરેક્ટર તથા અમેરિકન ક્યુરેટર જેફરી ડીચ અને તેમના નામની ગેલેરીના સ્થાપક દ્વારા ક્યુરેટ કરાયેલા સંગમ કોન્ફ્લુઅન્સનો એક ગ્રૂપ આર્ટ શો છે જે વિવિધ સાંસ્કૃતિક બદલાવને સેલિબ્રેટ કરે છે. 16,000 ચોરસ ફૂટના આર્ટ હાઉસમાં આવેગ અને પરંપરાઓ. આ પ્રદર્શન, ચાર લેવલમાં ફેલાયેલું છે, ભારતથી પ્રભાવિત 11 પ્રતિષ્ઠિત અને ઉભરતા ભારતીય સમકાલીન કળાકારો અને પશ્ચિમી કલાકારોની કૃતિઓ દ્વારા ભારતની વિવિધતાને ઉજાગર કરશે.

નીતા એમ અંબાણી-નીતા એમ અંબાણી એક શિક્ષણશાસ્ત્રી, પરોપકારી, ઉદ્યોગપતિ, રમતગમતના ઉત્સાહી, કળાના ચાહક-સમર્થક અને મહિલાઓ તથા બાળકો માટેના અથાક ચેમ્પિયન છે. તે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન છે, આ એક એવી પહેલ છે જેણે 63 મિલિયનથી વધુ ભારતીયોને સશક્ત બનાવ્યા છે, તેમને સકારાત્મક અને સાતત્યપૂર્ણ આજીવિકા સંસાધનો અને તકો પૂરી પાડી છે.

નીતા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂયોર્કના બોર્ડમાં માનદ્ ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય છે. કળા અને સંસ્કૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, તેમણે તાજેતરમાં જ ભારતના મુંબઈ શહેરમાં એક સ્વપ્નદ્રષ્ટા સમાન સ્થળ રજૂ કર્યું છે – નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) જિયો વર્લ્ડ સેન્ટર (JWC)માં આવેલું છે

અને આ સેન્ટરમાં ભારતના સૌથી મોટા કન્વેશન સેન્ટર, રિટેલ, ડાઇનિંગ, કોમર્શિયલ, અને રહેણાંકના સ્થળોનો સમાવેશ થાય છે. JWCનું તાજ રત્ન એટલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર કળા, ડિઝાઇન અને થિયેટરના ક્ષેત્રમાં ભારતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને સાચવવા તથા તેને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નીતાના નેતૃત્વ હેઠળ NMACCનું મિશન વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવાનું અને વિશ્વ સમક્ષ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય તરીકે ચૂંટાયેલા નીતા પ્રથમ ભારતીય મહિલા પણ છે. ફેબ્રુઆરી 2022માં તેમણે મુંબઈમાં IOC સત્ર 2023ની યજમાનીનો અધિકાર મેળવવા માટે ભારતીય પ્રતિનિધિમંડળનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી ઓલિમ્પિક મૂવમેન્ટને 40 વર્ષ પછી દેશમાં પાછી લાવ્યા છે.

તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કો-ઓનર પણ છે અને ઈન્ડિયન સુપર લીગ શરૂ કરનાર ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડના સ્થાપક ચેરપર્સન છે. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ પ્રોગ્રામ દ્વારા તેમણે અત્યાર સુધીમાં ભારતમાં 21.5 મિલિયન બાળકોના જીવનને સ્પર્શ કર્યો છે.

વર્ષ 2021માં તેમણે હરસર્કલ શરૂ કર્યું – આ પ્લેટફોર્મ મહિલાઓ માટે એક સમાવિષ્ટ, સહયોગી અને સામાજિક રીતે સભાન ડિજિટલ અભિયાન છે જે આજની તારીખે 42 મિલિયનથી વધુ મહિલાઓને જોડતો ભારતનો સૌથી ઝડપથી વિકસતો સામાજિક સમુદાય બની ગયો છે.

હૃદયથી હંમેશા એક શિક્ષિકા એવા નીતા અંબાણી 14 શાળાઓને નેતૃત્વ પૂરું પાડે છે અને તેમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS)નો સમાવેશ થાય છે, આ સ્કૂલ વૈશ્વિક સ્તરે ટોચની 20 ઈન્ટરનેશનલ બેકલોરરેટ (IB) સ્કૂલોમાં અને ભારતમાં નંબર વન ઈન્ટરનેશનલ સ્કૂલ છે. તે જિયો ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ચેરપર્સન પણ છે, આ સંસ્થા સંશોધન, નવીનતા અને આજીવન શિક્ષણ પર મજબૂત ફોકસ સાથે મલ્ટી-ડિસિપ્લિનરી ઉચ્ચ શિક્ષણ માટેનું વિશ્વ કક્ષાનું કેન્દ્ર છે.

નીતા સુખાકારીને પ્રાથમિકતા બનાવવાની સાથે; રિલાયન્સ ફાઉન્ડેશનની વિવિધ પહેલો દ્વારા તમામ ભારતીયો માટે સુલભ અને પરવડે તેવી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટે પ્રતિબદ્ધ છે. તેમના નેતૃત્વ હેઠળ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર મુંબઈની નંબર વન હોસ્પિટલ બની ગઈ છે.

ઈશા અંબાણી –રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્સ્ટિટ્યૂશન ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કાર્યકારી નેતૃત્વ ટીમનો ભાગ છે. તે યેલ શ્વાર્ઝમેન સેન્ટરના સલાહકાર બોર્ડમાં અને મુંબઈમાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરતી સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઑફ એશિયન આર્ટ, ડિયા આર્ટ ફાઉન્ડેશન અને જિયો MAMIના બોર્ડ ઑફ ટ્રસ્ટીમાં પણ છે.

ઈશાએ 2016માં ભારતમાં રિલાયન્સના ડિજિટલ સર્વિસ બિઝનેસ, જિયોની કલ્પના અને લોન્ચિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટેલિકોમ લેન્ડસ્કેપમાં ગેમ-ચેન્જર અને 425 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે જિયો હાલમાં ભારતમાં નંબર વન ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર અને વિશ્વના સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની છે.

અનાજ-કરિયાણા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન રિટેલમાં હાજરી સાથે આવક, નફો, પહોંચ અને સ્કેલ દ્વારા ભારતની સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલનું તેઓ નેતૃત્વ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ રિલાયન્સ રિટેલે એશિયાના ટોપ-10 રિટેલર્સમાં અને વિશ્વ સ્તરના ટોચના 100 રિટેલર્સની યાદીમાં એકમાત્ર ભારતીય રિટેલર તરીકે સ્થાન મેળવ્યું છે.

ઈશા રિલાયન્સ ફાઉન્ડેશનના વિઝન અને પ્રભાવની દેખરેખમાં સક્રિય છે અને બાળકો તથા મહિલાઓ સાથેના ફાઉન્ડેશનના કામ સાથે નજીકથી સંકળાયેલી છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કાર્યસ્થળે મહિલાઓના ઉદયને આગળ ધપાવતા વિવિધતાપૂર્ણ અને સમાવેશક કાર્યક્રમનું પણ નેતૃત્વ કરે છે.

એક કળા ઉત્સાહી તરીકે તેઓ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કળા અને સંસ્કૃતિની પહેલ અને સહયોગનું પણ નેતૃત્વ કરે છે. તેમનામાં શિક્ષણ પ્રત્યેનો જુસ્સો અનેરો છે અને રિલાયન્સના તમામ શૈક્ષણિક અભિયાનો,

ખાસ કરીને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS), રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ્સ અને જિયો ઈન્સ્ટિટ્યૂટને નેતૃત્વ અને દિશા પ્રદાન કરે છે. DAISના વાઇસ-ચેરપર્સન તરીકે તે હાલમાં આવનારી નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલના આયોજન અને વિકાસનું નેતૃત્વ કરી રહ્યા છે, આ જુનિયર સ્કૂલ ભવિષ્યની નવી પ્રાથમિક શાળા બનશે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહયોગી શિક્ષણ અને વિશ્વ-સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે રચાઈ છે.

ઈશા વર્ષ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ડબલ મેજર સાથે સ્નાતક થયા અને 2018માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.