Western Times News

Gujarati News

ગોવાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં ધૂમાડો નિકળતાં મુસાફરો ગભરાયા

હૈદરાબાદ, ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેઠેલા ૮૬ મુસાફરોનો બુધવારે રાતે ચમત્કારિક બચાવ થયો હતો. વાત એમ છે કે, એરક્રાફ્ટનું કેબિન ધુમાડાથી ભરાઈ ગયું હતું અને ક્રૂએ ઈમરજન્સી લાઈટ્‌સ ચાલુ કરી હતી. આ દરમિયાન અનાઉન્સમેન્ટ સિસ્ટમ તરફથી મુસાફરોને સતત ‘નીચે નમી જવા’ અને ‘ભગવાનને પ્રાર્થના કરવા’ માટે કહેવામાં આવ્યું હતું.

રાતે ૧૧ વાગ્યાની આસપાસ શહેરના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાઈલટોએ ફ્લાઈટનું ‘સંપૂર્ણ ઈમરજન્સી લેન્ડિંગ’ કરાવ્યું હતું. ધ એવિએશન રેગ્યુલેટરે ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.

ધુમાડો થવા પાછળના કારણ વિશે વિગતો આપવાનું ટાળતા, સ્પાઈસજેટે ઊ૪૦૦ એરક્રાફ્ટ ૧૨ ઓક્ટોબરના રોજ તેના નિશ્ચિત સ્થાન પર લેન્ડ થયું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતર્યા હોવાની વાત યથાવત્‌ રાખી હતી. ઘટનામાં એક મુસાફરને ઈજા પહોંચી હતી અને તેને  મેડિકલ સેન્ટરમાં લઈ જવાઈ હતી.

તેમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ‘તેને સામાન્ય ઈજા થઈ હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ હતી. ત્યારબાદ તેને થોડા સમય માટે જ્યુબિલી હિલ્સની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેને ડિસ્ચાર્જ કરી દેવાઈ છે’, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

એસજી ૩૭૩૫ની અંદર બનેલી ઘટનાનું વર્ણન કરતાં મુસાફરોએ તેઓ ડરી ગયા હોવાનું જણાવ્યું હતું. ‘ક્રૂ મેમ્બર્સે અમને પ્રાર્થના કરવા માટે કહ્યું હતું…આપણા પરિવાર માટે પ્રાર્થના કરો…ઘટના ડરાવનારી હતી.

કેટલાક મુસાફરો તો એટલા ગભરાયા હતા કે ચીસો પાડવા લાગ્યા હતા’, તેમ હૈદરાબાદાના આઈટી પ્રોફેશનલ શ્રીકાંત એમ.એ એરક્રાફ્ટની અંદર લીઘેલા ફોટો અને વીડિયો શેર કરતાં જણાવ્યું હતું. તેઓ તેમના મિત્રો સાથે પહેલીવાર ટ્રિપ પર ગયા હતા.

એવિએશન સત્તાધીશોને ટેગ કરીને શ્રીકાંતે ટિ્‌વટર પર લખ્યું હતું કે, ‘…ગોવાથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે નાગપુરથી હૈદરાબાદ સુધીમાં વિમાનની અંદર ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. ત્યાંથી ૨૦ મિનિટ લાગી હતી. તમામ મુસાફરો ડરી ગયા હતા.

નસીબજાેગે અમે જીવિત અને સુરક્ષિત રીતે લેન્ડ થયા…પરંતુ જાે કંઈ થયું હોત તો કોણ જવાબદારી લેત. આ વાતની અવગણના ન કરતાં જરૂરી કાર્યવાહી કરવી જાેઈએ’. રિપોર્ટ્‌સ પ્રમાણે, એરલાઈને આ વર્ષે ઓછામાં ઓછી આઠ એરક્રાફ્ટ સંબંધિત ઘટનાઓ જાેઈ છે. મુસાફરોએ વાતચીત કરતાં વોશરૂમમાં કંઈક થયું હોવાનો દાવો કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.