Western Times News

Gujarati News

AICF ઈન્ટરનેશનલ વુમન ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબીન ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯નું આયોજન

એઆઈસીએફ ઈન્ટરનેશનલ વુમન ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબીન ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯  સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તારીખ  ૧૧.૧૧.૨૦૧૯ થી ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ યોજાઈ રહી છે.

આ ટુર્નામેન્ટનું ઉદધાટન તા.૧૧-૧૧-૨૦૧૯ના રોજ શ્રી ભારત સિંઘ ચૌહાણ (સેક્રેટરી, ઓલ ઈન્ડીયા ચેસ ફેડરેશન)ં, શ્રી અજયભાઈ પટેલ (પ્રેસીડન્ટ એમીરેટસ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી રાકેશ શાહ (પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી ભાવેશ પટેલ (સીઈઓ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી શેખર ચંદ્ર શાહુ (વાઈસ પ્રેસીડન્ટ, ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન), શ્રી એ. કે. વર્મા (સેક્રેટરી, દિલ્હી ચેસ એસોસીએશન), શ્રી નૈમીષ મારફતીયા (સેક્રેટરી, સ્પોર્ટસ કલબ) તેમજ શ્રી તેજસ બાકરે (પ્રથમ જીએમ, ગુજરાત) દ્વારા દિપ પ્રગટાવીને કરવામાં આવ્યું.

કુલ ૧૨ ખેલાડીઓ (૬ રાષ્ટ્રીય તેમજ ૬ આંતરરાષ્ટ્રીય) આ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. કુલ ૧૦ લાખના રોકડ ઈનામો વિજેતા ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવશે.

ખેલાડીઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા આયોજકો તરફથી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવેલ છે. કુલ ૧૧ રાઉન્ડ તા.૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૧૯ દરમ્યાન આ ટુર્નામેન્ટમાં રાઉન્ડ રોબીન પધ્ધતિથી રમાડવામાં આવશે. ચીફ આર્બીટર તરીકે શ્રી આઈ. જી. પરમાર કે જેઓની ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા સીધી નિમણૂંક કરવામાં આવેલ છે તેઓ ફરજ બજાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.