Western Times News

Gujarati News

પાલનપુર RTO કચેરીમાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડ મામલે પોલીસ તપાસ બાદ પણ પરિણામ શૂન્ય

પાલનપુર, પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરની તપાસ બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવા છતાં સમગ્ર મામલે આર.ટી.ઓ. દ્વારા પોલીસની સાંઠગાંઠથી ઢાંકપીછોડો કરવાની ચર્ચાએ વેગ પકડયો છે.

ત્યારે તટસ્થ તપાસ થાય તો પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં બોગસ ડ્રાઈવીંગ લાઈસન્સ કૌભાંડનું હાડપીંજર બહાર નીકળવાની સાથે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને જેલની હવા ખાવાનો વારો આવે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છ.

પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં સને ર૦૧પમાં વિદેશમાં રહેતા અરજદારના નામે બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ થયુ હોવાની જાણ થતાં પાલનપુરના મિલન પઢીયાર નામના જાગૃત યુવકે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરને આધાર પુરાવા સાથે લેખિત રજુઆત કરી હતી.

જેના પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પાલનપુર આર.ટી.ઓ. કચેરી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મિલન પઢીયારની ફરિયાદમાં તથ્ય જણાતા વાહન વ્યવહાર કમિશનરની સુચના મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

જાેકે પોલીસ ફરિયાદ દરમિયાન પણ જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદીને પ્રલોભન આપતા તેની માંગણીઓ સંતોષવાની વાત કરાઈ હતી. જે અંગેના પ્રુફ પણ ફરિયાદી પાસે છે. ત્યારે ફરિયાદી મિલન પઢીયારે દાવો કર્યો હતો કે, જાે આ પ્કરણની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો બોગસ લાઈસન્સનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

જાેકે સાત સાત વર્ષ થવા છતાં આ પ્રકરણમાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. ઉલટાનું સમગ્ર પ્રકરણને રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની રાવ ઉઠી છે ત્યારેવાહન વ્યવહાર કમિશનરે ફરિયાદીને રૂબરૂ સાંભળ્યા હતા. ફરિયાદીએ રજુ કરેલા આધાર પુરાવા જાેઈને ખુદ કમિશનર પણ ચોંકી ઉઠયા હતા અંતે તેઓએ પોલીસ ફરિયાદ કરવાની સુચના આપી હતી

જેમાં તટસ્થ તપાસ કરી કસુવારોને નશયત કરવાની સૂચના અપાઈ હતી. પરંતુ પોલીસ અને આર.ટી.ઓ.ની સાઠગાંઠથી આ કૌભાંડમાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ ન હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.