Western Times News

Gujarati News

ચૂંટણીમાં રજા લઈને મત આપવા નહીં જનારા લોકોના નામ લાગશે નોટિસ બોર્ડ પર

અમદાવાદ, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે.

આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ બોર્ડ પર લખવામાં આવશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અમે ૨૩૩ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે.

ગુજરાતમાં પ્રથમ વખત અમારી પાસે ૧,૦૧૭ ઔદ્યોગિક એકમો ચૂંટણીમાં દેખરેખ રાખશે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને ૫૦૦ થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓને મતદાન કરનાર કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવ્યું હતું.

જે લોકો મતદાનના દિવસે રજા લેતા હતા પરંતુ મતદાન કરતા નહોતા તેમના પર નજર રાખવા આમ કરવા કહ્યું હતું. પી ભારતીએ જણાવ્યું હતું કે, “અમારી પહોંચ વિસ્તારવા માટે, અમે ગુજરાતમાં ૧૦૦ કે તેથી વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો પર દેખરેખ રાખવાનું નક્કી કર્યું છે.

આ એકમોમાં નોડલ ઓફિસર તરીકે માનવ સંસાધન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાન નથી કરતા તેમની યાદી તૈયાર કરીશું. આ સાથે , તેઓ તેમની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર આ લોકોના નામ પણ લખશે. એ જ રીતે જે લોકો મતદાન નહીં કરે તેમના પર નજર રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ નીતિ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછી મતદાનની ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાંથી ચાર મેટ્રોપોલિટન શહેરો હતા.

શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી સામાન્ય રીતે ઓછી છે, જેના કારણે એકંદરે મતદાનની ટકાવારી ઘટી છે. સાંપ્રત મુદ્દાઓની ચર્ચા માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત ન હોવી જાેઈએ, પરંતુ મતદાન દ્વારા અભિવ્યક્તિ શોધવાની પણ જરૂર છે. તેથી જ અમે ગ્રામીણ વિસ્તારો, મહિલાઓ અને યુવાનોને મતદાન કરવા વિનંતી કરી રહ્યા છીએ.

ગુજરાતની તેની તાજેતરની મુલાકાત દરમિયાન, સીઈસીએ કહ્યું હતું કે કમિશન ફરજિયાત મતદાનનો અમલ કરી શકતું નથી, પરંતુ તે મોટા ઉદ્યોગોમાં કામદારોને ઓળખવા માંગે છે જે રજા હોવા છતાં મતદાન કરતા નથી. શું તે ફરજિયાત મતદાન તરફનું પગલું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “મતદાન ફરજિયાત ન હોવાથી, મતદાન ન કરનારાઓને ઓળખવાનો પ્રયાસ છે.”

જાે કે, પી ભારતીએ એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગોમાં, મેનેજમેન્ટ પોતે કામદારોને મતદાન કરવાની મંજૂરી આપવા માટે રજા આપવા માટે વલણ ધરાવતું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.