Western Times News

Gujarati News

4થી નવેમ્બરે રિલીઝ થશે જિયો સ્ટુડિયોઝની પ્રથમ ગુજરાતી ફિલ્મ “વ્હાલમ જાઓ ને”

Jio Studios’ first Gujarati movie Vaahlam Jao Ne to hit theatres on 4th November 2022

“વ્હાલમ જાઓ ને” ટ્રેલર રજૂ થઇ ગયુ છે! ~ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી અભિનીત ~ ~ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને સચિન-જીગર દ્વારા સંગીત આપવામા આવેલ છે ~

પ્રતીક્ષા પૂરી થઈ છે! ગુજરાતી સિનેમામાં જિયો સ્ટુડિયોઝની શરૂઆત મલ્ટિસ્ટારર ફેમિલી-કોમેડી – “વ્હાલમ જાઓ ને” ફિલ્મને સાથે થાય છે, જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જોષી સાથે છે. Jio Studios’ first Gujarati movie Vaahlam Jao Ne to hit theatres on  4th November 2022

ફિલ્મમાં ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ પણ જોવા મળશે. હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સંગીત સફળ સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે બહુવિધ હિટ ગીતો કંપોઝ કર્યા છે. યુટ્યુબ પર જિયો સ્ટુડિયોઝની સત્તાવાર ચેનલ પર ફિલ્મનું ટ્રેલર જોવા મળશે.

પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જર દ્વારા નિર્મિત આ ફિલ્મની વાર્તા રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે.  “વ્હાલમ જાઓ ને” એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન છે, જે દરેકના ખૂબ જ દિલથી મજા કરાવશે  – યુવા કિશોરોથી લઈને યુવાનો અને દાદા-દાદી પણ તેનો આનંદ માણશે.

“વ્હાલમ જાઓ ને” આપણને મ્યુઝિક ડિરેક્ટર એવા ફિલ્મના નાયક સુમિત ગાંધી (પ્રતિક ગાંધી)ની વાર્તાના માધ્યમથી લઈ જાય છે, જે રીના (દીક્ષા જોશી) કે જે એક ફેશન ડિઝાઇનર છે અને ફિલ્મ સ્ટાર રણવીર સિંહની સ્ટાઈલિશ બનવા માંગે છે તેના પ્રેમમાં છે. પ્રેમનો નવો શિકાર છે સુમિત ગાંધી, પરંતુ તેને પોતાના પ્રેમ રીના વિના પોતાનું ભવિષ્ય દેખાતું નથી. એક સરસ દિવસે શ્રીમંત એમઆરઆઇ ઉદ્યોગપતિ એવા રીનાના પિતા સુમિતના પરિવારને મળવા ભારત આવે છે અને વાર્તા આગળ વધે તેમ અનેક વળાંકો આવે છે.

મુખ્ય નાયકની ભૂમિકા ભજવવા પર, ટેલેન્ટ પાવરહાઉસ પ્રતિક ગાંધી જણાવે છે, ” “વ્હાલમ જાઓ ને” એ ભૂલોની કોમેડીનું મિશ્રણ ધરાવતું એક સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા છે, જે પ્રેક્ષકોને તેમની બેઠકો પર જકડી  રાખશે. તે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે અને કલાકારોએ આ વાતને ખાતરીબદ્ધ કરી છે. તેમની કોમિક ટાઈમિંગથી થિયેટરમાં દરેક જણ મૂવીનો આનંદ માણશે અને અમર્યાદિત હાસ્ય હશે. મને આખી ટીમ સાથે શૂટિંગ કરવામાં ખુબ મજા આવી અને મને ખાતરી છે કે દર્શકોને પણ એટલું જ મનોરંજન પુરૂ પાડશે.”

પોતાની ભૂમિકા વિશે બોલતા, દીક્ષા જોષી ઉમેર્યું, “જ્યારે મને “વ્હાલમ જાઓ ને”ના નિર્માતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે મારી પાસે આટલી મોટા કલાકાર સાથે જોડાવા સિવાય બીજો કોઈ વિચાર નહોતો આવ્યો. અમારા દિગ્દર્શક હાર્દિક ગજ્જરે મારી અને પ્રતિક વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી લાવી છે. અને અમારા ચાહકોને અમને મોટા પડદા પર જોવાનું ગમશે. કોમિક સીન્સનું શૂટિંગ કરવું ખૂબ જ મજેદાર રહ્યું છે, જેની અમે ખાતરી આપીએ છીએ કે તમે સિનેમા હોલમાં નોન-સ્ટોપ મનોરંજન લાવશે.”

દિગ્દર્શિક હાર્દિક ગજ્જરે જણાવ્યું, “બે સફળ હાઈ-ઓન-ઈમોશનલ-હિન્દી ફિલ્મો પછી, હું મારી માતૃભાષા ગુજરાતીમાં એક ફિલ્મ કરવા માંગતો હતો. ત્યારે મને “વ્હાલમ જાઓ ને”ની સ્ક્રિપ્ટ મળી, જે મનોરંજનના રોલર કોસ્ટરથી ભરપૂર છે. હું ભાગ્યશાળી છું કે મારી પ્રથમ ગુજરાતી ફિલ્મમાં પ્રતિભાશાળી કલાકારોનો કાફલો મળ્યો, અને એક દિગ્દર્શક તરીકે, હું વધુ માંગી શક્યો ન હોત. મારી આખી ટીમે આ ફિલ્મને મોટા પડદા પર માણવા માટે એક પરફેક્ટ ફેમિલી એન્ટરટેઈનર બનાવી છે. હું એક જ સમયે ખુશ અને નર્વસ છું.  હું આશા રાખું છું કે દર્શકો ફિલ્મને એટલો જ આનંદ માણશે, જેટલો આનંગ અમને શૂટિંગ કરવા સમયે આવ્યો છે.”

પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટ સાથે વળાંકો અને મરોડથી ભરેલો રોલર કોસ્ટર પ્લોટ, ‘વ્હાલમ જાઓ ને’ને ફક્ત થિયેટરોમાં જ જોવો જોઈએ.જ્યોતિ દેશપાંડે, જિયો  સ્ટુડિયોઝ અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત, અને સ્ટાર્સ પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગરોડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ દ્વારા અભિનિત “વ્હાલમ જાઓ ને” ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.