Western Times News

Gujarati News

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું

અમદાવાદ, વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો હોવાથી ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે દિવાળી બાદ તરત જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ત્યારે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપે કોંગ્રેસમાં ૧૭ વાર ગાબડાં પાડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તેમાંથી ઘણી બેઠકો એવી છે કે જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

કોંગ્રેસને સૌથી પહેલો ફટકો ૩જી જુલાઈ, ૨૦૧૮ના દિવસે પડ્યો હતો. તે દિવસે જસદણ વિધાનસભા સીટ પરથી જીતેલા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને ‘ટાટા… બાય… બાય’ કહી દીધું હતું અને ત્યારબાદ ભાજપમાં જાેડાયા હતા. આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપમાં એન્ટ્રી લીધી હતી.

જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા હતા. પરસોતમ સાબરીયાએ પંજાનો સાથ છોડી કેસરિયાં કર્યા હતા. વલ્લભ ધારવિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાયા હતા અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાયા હતા.

ત્યારબાદ વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો, તે વર્ષમાં ૬ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા અને ભાજપમાં જાેડાયા હતા. તેમાં રાધનપુર સીટના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, માણાવદર બેઠક પરથી ધારાસભ્ય જવાહર ચાવડા, બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જામનગર ગ્રામ્ય સીટ પરથી MLA વલ્લભ ધારવિયા અને ઉંઝા બેઠક પરથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું. સોમા ગાંડા પટેલે કોંગ્રેસ સાથે છોડી ભાજપમાં જાેડાયા હતા.

જે.વી કાકડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હતા. ડાંગના મંગળ ગાવિત કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા હતા. પ્રવિણ મારુએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાેડાયા હતા. અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા હતા. જિતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા હતા. બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા હતા. હવે વાત કરીએ વર્ષ ૨૦૨૦ની.

આ વર્ષમાં કોંગ્રેસનો કિલ્લામાંથી આઠ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જાેડાઈ ગયા હતા. વિગતે વાત કરીએ તો, અબડાસા સીટ પરથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, લીમડી સીટ પરથી સોમા ગાંડા પટેસ, ધારી સીટ પરથી જે.વી. કાકડિયા, મોરબી સીટ પરથી બ્રિજેશ મેરજા, ગઢડા સીટ પરથી પ્રવિણ મારુ, કરજણ સીટ પરથી અક્ષય પટેલ, કપરાડા સીટ પરથી જિતુ ચૌધરી, ડાંગ સીટ પરથી મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હતું. અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાયા હતા.

હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કર્યા હતા. તો તાજેતરમાં મે મહિનામાં ખેડબ્રહ્માના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજીનામું આપીને ભાજપમાં જાેડાઈ ગયા હતા. જ્યારે ૪ ઓક્ટોબરે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જાેડાઈ ગયા હતા. હાલ આ બંને સીટ ખાલી છે. જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન યોજાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.