Western Times News

Gujarati News

જામનગરનાં કારખાનામાં ૮૪ લાખના બ્રાસપાર્ટ્‌સના ભંગારની ચોરીમાં છ ઝડપાયા

પોલીસે ૭૧ લાખથી વધુના ભંગાર-સળિયાનો જથ્થો કબજે કર્યો

જામનગર, જામનગરના શેકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા સ્ટર્લિંગ એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી છએક મહિનાના સમયગાળામાં રૂા.૮૪.૪૮ લાખની કિંમતના બ્રાસપાર્ટસના સળિયા તથા ભંગારનીચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ આ ચોરીનો ભેદ ઉકેલવા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી.

દરમિયાન કારખાનામાં જ કામ કરતા કેટલાક શખસો સંડોવાયા છે અને તે શખસોએ કનસુમરા રોડ પર આવેલ એક ઓરડીમાં ચોરાઉ સામાન રાખ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી.

જેના પગલે એલસીબીની ટીમે કારખાનામં નોકરી કરતા મધ્યપ્રદેશના હરીરામ અશોક કુરમી, મધુસુદન હરીરામ અશોક કુરમી, મધુસુદન ગજેન્દ્ર પાતરા, ઝારખંડના ધનજય સહદેવ, ઓરિસ્સાના વિકાસરાજકુમાર કંસારી, જામનગરના મસીતિયાના શબીર બોદુ ખીરા અને આસિફ મકરાણી નામના છ શખસોની અટકાયત કરી પુછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી હતી.

પોલીસે રૂા.૭૧ લાખથી વધુનો ભંગાર અને સળીયાનો જથ્થો કબજે કર્યો છે. આ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે કબજે કરી છે. પુછપરછમાં મધ્યપ્રદેશના નરેન્દ્ર કિશોરીલાલ કુર્મી તથા જામનગરના મોહસીન મકરાણીની મદદથી ચોરી કરી હોવાની બાબતો ખૂલી હતી. આરોપીઓએ કારખાનાનો મુખ્ય દરવાજાના તાળાની ડુપ્લિકેટ ચાવીની મદદથી દરવાજા ખોલી આ જથ્થો ધીરે ધીરે ચોરી જતા હોવાનું ખુલવા પામ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.