Western Times News

Gujarati News

જામજાેધપુરમાં તંત્રના વાંકે ટ્રાફિક સમસ્યા વકરી

જામજાેધપુર, જામજાેધપુરમાં ટ્રાફિક સમસ્યા દિનબદિન વકરી રહી છે. સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી ખાનગી વાહનચાલકો બેલગામ બન્યા છે તેના કારણે રાહદારીઓની હાલાકી વધી છે તંત્ર સામે રોષ ફેલાયો છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રનું નામોનિશાન ન હોય તેમ ખાનગી વાહનચાલકો બેલગામ બન્યા છે. આડેધડ, મનફાવે તે રીતે વાહનો રસ્તામાં ઉભા રાખી દેવામાં આવે છે. ગાંધી ચોક, સ્ટેશન રોડ, બાલમંદિર રોડ, આઝાદ ચોક, સેન્ટલ બેન્ક રોડ, સાકડી બજાર, મીની બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પર આખો દિવસ ખાનગી વાહનચાલકોનો અડીંગો જાેવા મળે છે. અધૂરામાં પુરું ફેરિયાઓએ પણ રસ્તા વચ્ચે બજાર ઉભી કરી દીધી છે.

ખાનગી વાહનચાલકો રસ્તામાં વેપારીઓની દુકાન પાસે જ, તો કયારેક રસ્તાની વચ્ચે જ વાહનો ઉભા રાખી દે છે તેના કારણે મુખ્ય માર્ગો પર બંને બાજુ વાહનોના થપ્પા લાગી જાય છે કલાકો સુધી રસ્તાને બાનમાં લેતા વાહનચાલકોને ટોકનાર કોઈ ન હોવાથી રાહદારીઓને નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સ્કૂટર જેવા નાના વાહનો લઈને નીકળનાર મહિલાઓ, બાળકોને શાળાએ તેડવા મુકવા જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ક્યારેક બાઈકચાલકો ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવી રસ્તાને બાનમાં મૂકે છે. આવા બાઈકચાલકોથી વૃદ્ધજનો રસ્તામાં ચાલવામાં પણ ડર અનુભવે તેવી સ્થિતિ છે છતાં પોલીસ તંત્રના જવાનો ક્યારેય બહાર નીકળતા નથી.

ટ્રાફિક નિયમનના નામે મીડું જાેવા મળે છે ઉચ્ચ કક્ષાએથી પોલીસ તંત્ર કડક બને અને ટ્રાફિક સમસ્યા હલ કરવા પગલાં લે તેવી સમગ્ર શહેરીજનોની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.