Western Times News

Gujarati News

ભારત અને ફ્રાન્સના રાફેલ વિમાનોનો પાક. બોર્ડર પર યુધ્ધાભ્યાસ

નવી દિલ્હી,  ભારતના સૌથી વિશ્વનસિય મિત્ર દેશોમાં ફ્રાંસનો પણ સમાવેશ થાય છે.વર્ષોથી ફ્રાંસ ભારતને શસ્ત્રો આપી રહ્યુ છે અને તેમાં તાજેતરમાં ખરીદાયેલા ૩૬ રાફેલ ફાઈટર જેટસનો પણ સમાવેશ થાય છે. હાલમાં ભારત અને ફ્રાંસની વાયુસેના વચ્ચે રાજસ્થાનના રણમાં સંયુક્ત રીતે યુધ્ધાભ્યાસ ચાલી રહ્યો છે અને તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે. કારણકે આ યુધ્ધાભ્યાસ પાકિસ્તાનની બોર્ડરથી માંડ ૫૦૦ કિલોમીટર દુર છે.

અહીંના આકાશમાં ભારતના અને ફ્રાન્સના લડાકુ વિમાનો ગરજી રહ્યા છે. ભારત તરફથી સુખોઈ-૩૦ એમકેઆઈ, રાફેલ ,તેજસ અને જગુઆર જેવા યુધ્ધ વિમાનો તેમજ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને પણ આ યુધ્ધાભ્યાસમાં ઉતારવામાં આવ્યુ છે.ફ્રાંસ તરફથી યુધ્ધાભ્યાસ માટે ૨૨૦ સૈનિકોની ટીમ મોકલવામાં આવી છે.

ફ્રાંસની વાયુસેનાએ ચાર રાફેલ વિમાનો તેમજ એ-૩૩૦ મલ્ટીરોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ વિમાનને મોકલ્યુ છે. આ યુધ્ધાભ્યાસને ગરૂડ-૭ નામ આપવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ ૨૬ ઓકટોબરથી થયો છે. બંને દેશોની વાયુસેના વચ્ચેનો આ અભ્યાસ ૧૨ નવેમ્બર સુધી ચાલનારો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.