પાલનપુર સીટી લાઈટ શોપિંગના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી વધુ એક બાઈકની ચોરી

પાલનપુર, પાલનપુરમાં આવેલ સીટી લાઈટ શોપિંગ સેન્ટરના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલ વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે જાેકે આ જ શોપિંગની એક દુકાનમાં નોકરી કરતો યુવક રોજ આ પાર્કિંગમાં પોતાનું બાઈક પાર્ક કરતો હતો જાેકે દિવાળીના સમયે પણ આજ જગ્યાએથી એક બાઈકની ચોરી થઈ હતી.
પાલનપુરમાં મધ્યમાં આવેલ સીટી લાઈટ શોપિંગ સેન્ટર બાઈક ચોરી માટે એપી સેન્ટર બન્યું હોય તેમ આ શોપિંગમાં બાઈક ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમા આજ શોપિંગમાં આવેલ એક રેડીમેઈડ કાપડની દુકાનમાં નોકરી કરતો અને શહેરના અમીરબાગ વિસ્તારના રહેતો રપ વર્ષીય યુવક ગત તા.ર૪ ઓકટોબરના રોજ પોતાનુ પચાસ હજારની કિંમતનું બાઈક સીટી લાઈટ શોપિંગના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરી નોકરી ગયો હતો અને સાંજે બાઈક લેવા આવતા અહીં બાઈક ન હોય તેને બાઈકની ભારે શોધખોળ કરી હતી તેમ છતાં બાઈક ન મળતા આખરે બાઈકની ચોરી અંગે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.
જાેકે તાજેતરમાં જ આ શોપિંગના પાર્કિંગમાંથી પટોસણના એક યુવકના બાઈકની ઉઠાંતરી થઈ હતી.