Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“અવસર રથ” દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો

(માહિતી બ્યુરો,પાલનપુર) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જેના ભાગરૂપે આ વર્ષ-૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા ૧૦ મતદાન મથકોએ અવસર રથ દ્વારા મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને તા.૫ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે “અવસર રથ” દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ. કે. ગઢવીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers