Western Times News

Gujarati News

ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે ૧૮૨માંથી ૧૬૦ ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપના ઉમેદવારોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાને રિપિટ કરવામાં આવ્યા છે. દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, ગીતાબા જેતપુરથી, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા. ઉનાઇમાંથી કાળુભાઇ રાઠોડ, મોરબીથી કાંતિ અમૃતિયા, વરાછા કિશોરભાઇ કાનાણી ,તલાળાથી ભગા બારડ, મહુવાથી જેતપુરથી જયેશ રાદડિયા.

કામરેજથી પ્રફુલભાઇ, બારડોલીમાંથી ઇશ્વરભાઇ, લીંબડીથી કિરિટ શાહ, ગંધીઘામ માલતી મહેશ્વરી, મજુરાથી હર્ષ સંઘવી, વ્યારા મોહન કોકણી, કનુભાઇ દેસાઇ કપરાડા, જીતુભાઇ ચૌધરી ઉમરગામ.

બીજા ફેઝમાં ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ.

પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. ૧૭ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ૧૭ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૧૮ નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે.

આ સાથે જ, રાજ્યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.

જાેકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કાૅંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કાૅંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી.

બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી. ભાજપે આખરે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કેટલાકને કાપવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.