Western Times News

Gujarati News

રિતિક અને રાકેશ રોશને મુંબઈમાં ખરીદી ઓફિસ

મુંબઈ, બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને તેના પિતા રાકેશ રોશન હવે પોતાના પ્રોડક્શન હાઉસનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે પિતા-પુત્ર રાકેશ અને રિતિક રોશને મુંબઈના લૉવર પરેલ વિસ્તારમાં ૪ ઓફિસ યુનિટ ખરીદ્યા છે.

તેઓ હવે પોતાના પ્રોડક્શન હાઉસનો વિસ્તાર કરવા માગે છે. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ મુજબ, રિતિક અને રાકેશ રોશનના પ્રોડક્શન હાઉસ હ્લૈઙ્મદ્બદ્ભટ્ઠિકં ઁિર્ઙ્ઘેષ્ઠંર્ૈહજ ઁદૃં ન્ંઙ્ઘએ ૪ ઓફિસ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે જેનો વિસ્તાર ૧૦,૦૦૦ સ્કેવર જેટલો છે. રિપોર્ટ મુજબ, સાઉથ મુંબઈના લૉવર પરેલ વિસ્તારમાં રૂપિયા ૩૩ કરોડની કિંમતે તેમણે આ જગ્યા ખરીદી છે.

જેમાં ૮ પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે. વેચાણનો કરાર થઈ ગયો છે અને તેની લેવડ-દેવડમાં રૂપિયા ૨ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટર રિતિક રોશનના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશને કેન્સરને હરાવ્યું છે.

વર્ષ ૨૦૧૮માં તેઓને આ રોગના લક્ષણ જાેવા મળ્યા હતા અને તપાસ પહેલા જ તેઓને એવો અંદાજાે હતો કે મને કેન્સર છે. તેમણે હિંમત સાથે આ બીમારીનો મુકાબલો કર્યો અને કેન્સરને હરાવવામાં સફળતા મેળવી. કેન્સર બાદ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ બદલાઈ ગઈ છે.

રાકેશ રોશને સિગારેટ છોડી દીધી છે પણ ખુલાસો કર્યો છે કે તેઓ હજુ પણ ડ્રિંક કરે છે. ઈન્ટરવ્યુમાં રાકેશ રોશને કહ્યું કે હું ટેસ્ટ કરાવવા ગયો તે પહેલા જ ખબર હતી કે કેન્સર છે. આ બધું વર્ષ ૨૦૧૮માં શરૂ થયું કે જ્યારે રાકેશ રોશનની જીભ નીચે ઘા દેખાવાનો શરૂ થયો, દવાઓ પછી પણ તેમાં કોઈ ફેરફાર દેખાયો નહીં.

રાકેશ રોશને કહ્યું કે ખબર નહીં મને કેમ એવું લાગી રહ્યું હતું કે આ પ્રકારનો ઘા કેન્સરનો હોઈ શકે છે. મેં ડોક્ટરની સાથે પણ વાત શેર કરી. રાકેશ રોશને જણાવ્યું કે હું માનસિકરીતે દુઃખી થયો નહીં અને પોતાની જાતને કહ્યું કે મને કેન્સર છે, મારે મારો હેલ્થ પ્રોબ્લેમ સુધારવાનો છે.

ટોચના ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર જતિન શાહે ભારત આવીને મારી સર્જરી કરી. કીમો અને રેડિયેશન સિટિંગ્સ બાદ હવે તેમની કેન્સરની દવાઓ પણ બંધ થઈ ગઈ છે. હવે રાકેશ રોશન ખૂબ કસરત કરે છે અને તેમની લાઈફસ્ટાઈલ પણ હેલ્ધી છે.

પણ, તેઓ ડ્રિંક કરવાની આદત છોડી રહ્યા નથી. રાકેશ રોશને જણાવ્યું કે સિગારેટ છોડી દીધી છે પણ દરરોજ સાંજે બે પેગ લઉં છું. મને પરમિશન નથી પણ હું માનસિકરીતે સ્વસ્થ અનુભવ કરું છું. મારા લેટેસ્ટ સ્કેન મુજબ હું ફિટ છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.