Western Times News

Gujarati News

ગત વર્ષ કરતાં ત્રણ ગણો વધી રહેલ પાણીજન્ય રોગ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં ગંદકીના સામ્રાજય વચ્ચે વરસાદ શરૂ થતાં ગટરો ઉભરાવાતા, તથા મચ્છરોના ઉપદ્રવને કારણે પાણીજન્ય રોગો તથા ફાલ્સીપરમના દર્દીઓમાં જુન ર૦૧૮ કરતાં ૩ ગણો વધારો થતા મ્યુનિ. કોર્પોરેશનનું આરોગ્યતંત્ર સફાળુ જાગ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે. કે મ્યુ.આરોગ્યતંત્ર સરકાર દવાનો છંટકાવ તથા ગંદકી દૂર કરવાનું આયોજન યુધ્ધના ધોરણે શરૂ નહી કરે તો શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી નગરજનો સેવી રહયા છે. ફાલ્સીપરમની સાથેસાથે કોલેરાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહયાં છે.

શહેરના ઘણા વિસ્તારોમાં પ્રદુષીત પાણી આવતું હોવાથી અનેક ફરીયાદો નાગરીકો તરફથી મ્યુ.કોર્પોરેશનના સત્તાવાળાને મળતી હોવા છતાં હજી સત્તાવાળાઓની ઉંઘ ઉડતી નથી. પ્રદુષીત પાણી પણ રોગચાળો ફેલાવાનું મુખ્ય કારણ છે. રોગચાળો વધુ ન ફેલાય, મેલેરીયા, ફાલ્સીપરમ રોગોથી બચવા નાગરીકો માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા અવારનવાર અપીલો કરવામાં આવતી હોય છે.

પરંતુ શહેરમાં અનેક વિસ્તારોમાં આવતા પ્રદુષીત પાણીની સમસ્યા દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાનું લોકો જણાવી રહયા છે. મચ્છરોનો ઉપદ્રવ તથા શહેરમાં ઠેરઠેર જાવા મળતી ગંદકી સંદર્ભે મ્યુ.કોર્પોરેશનના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકી જણાવે છે કે મચ્છરોનો ઉપદ્રવ થોડો વધ્યો હશે.

જેને અંકુશમાં લેવા માટે જરૂરી પગલા લેવામાં આવી રહયા છે, પંરતુ તે માટે નાગરીકોની જવાબદારી ઓછી નથી શહેરમાં વેચાતા લારી ઉપર કે ગલ્લાઓ પર વેચાતા હલકા પ્રકારના ઠંડાપીણા તથા કોલ્ડ્રીકસ પીવાને કારણે પાણીજન્ય રોગોમાં વધારો થાય છે. બહારછુટક વેચાતા હલકી ગુણવત્તા ધરાવતા ઠંડાપીણા, કોલ્ડ્રીકસ ન પીવે. નળોમાં ગંદાપાણી કે પ્રદુષીત પાણી અંગે ફરીયાદો મળતાં જ, તપાસ કરી યોગ્ય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવતી હોય છે.

જે વિસ્તારોમાં પ્રદુષિત પાણી મળતું હોવાની ફરીયાદો મળે તે વિસ્તારના પાણીના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હોય છે. ગુજરાત કેન્સર સોસાયટીના ફીઝીશીયન ડો.આશા શાહના જણાવ્યા પ્રમાણે શહેરમાં ટાઈફોઈડ, કોલેરા,જેવા પાણીજન્ય રોગોના દર્દીઓ વધતા જાય છે.

તેનું કારણ છે પીવામાં આવતું પાણી બહાર લારીઓમાં મળતા ઠંડાપીણા, શરબતો, કોલ્ડ્રીકસ, લીંબુનું શરબત, સિંકજી તથા જયુસ પીવાથી તરસ છીપાતી હશે, પરંતુ રોગનું ઘર પણ બનાવે છે, કારણ કે તે માટે ઉપયોગમાં લેવાતું પાણી મોટાભાગનું બિનઆરોગ્યપ્રદ જ હોય છે. જયારે પાણીજન્ય રોગોમાં વધારો જણાતો હોય ત્યારે લોકોએ બહાર છુટકમાં મળતાં ઠંડાપીણાથી દૂર રહેવું જ હિતવાહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.