Western Times News

Gujarati News

૧૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા બે ધનવાનોને ભાજપે ટીકીટ કાપી

બોટાદ બેઠકના સુરેશ દલાલ અને વઢવાણમાં ધનજી પટેલને રીપીટ ન કર્યા

(એજન્સી)અમદાવાદ, ભાજપ દ્વારા ૧૬૦ બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા અનેક વર્તમાન ધારાસભ્યોની ટીકીટ કાપવામાં આવી છે. જેમાં બે એવા ધારાસભ્યોની ટીકીટ કપાઈ છે કે, જેઓ વર્ષ-ર૦૧૭થી ચુંટણીના ભાજપના સૌથી ધનવાન ધારાસભ્ય તરીકે ચુંટાયાં હતા.

બોટાદ બેઠકના ધારાસભ્ય સુરેશ દલાલની ટીકીટ કપાઈ છે. જેમની ર૦૧૭માં કુલ સંપત્તિ રૂા.૧ર૩ કરોડ કરતાં વધુ હતું જે કુલ ૧૮ર ધારાસભ્યોમાં સૌથી વધુ આંક હતો. આ બેઠક પર ઘનશ્યામ વિરાણીને ટીકીટ અપાઈ છે. આ સિવાય સુરેન્દ્રનગરના વઢવાણ બેઠક પરથી ચુંટાયેલા ધનજી પટેલની ટીકીટ કપાઈ છે.

જેમની સંપતી પણ રૂા.૧૧૩ કરોડથી વધુ હતી.
આ બેઠક પર જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આ આપી છે. આ સિવાય ૧૦૦ કરોડથી વધુ સંપતીમાં રાધનપુર બેઠક પરથી ચુંટાયેલા કોગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની ૧૧પ કરોડથી વધુ હતું.

ર૦૧૭માં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ત્રણ ધારાસભ્યમાં ભાજપના બે ધારાસભ્ય હતાં જેમાં ગાંધીધામ એસસી બેઠક પરથી વિજેતા થયેલા માલતી મહેશ્વરીની રીપીટ કરાયાં છે. જેઓની કુલ સંપતી રૂા.૧૭,૧૭,૦૯૮ હતી. ૧૮ર ધારાસભ્યોમાં સૌથી ઓછી રૂા.૧૦.રપ લાખની સંપત્તિ વડગામના અપક્ષ ઉમેદવાર તરીકે વીજેતા થયેલા જીજ્ઞેશ મેવાણીની હતી.

આ સિવાય ખેડાની મહેમદાવાદ બેઠક પરથી વિજેતા થયેલા અજુર્નસિંહ ચૈાહાણની સંપતી પણ રૂ.૧ર,૬૪૭ જ હતી. આ બેઠક પર ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.