Western Times News

Gujarati News

કોંગ્રેસે ભરૂચની ત્રણ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યાઃ જંબુસરનું કોકડું ગુચવાયું

ભરૂચ બેઠક ઉપર જયકાંત પટેલ અને વનરાજ મહીડા ના નામને લઈને તો જંબુસર બેઠક ઉપર ધારાસભ્ય સંજય સોલંકી અને સંદીપ માંગરોલાનું નામ રેસમાં

(પ્રતિનિધિ) ભરૂચ, ૬ ટર્મ કરતા વધુ સમયથી અંકલેશ્વર બેઠક ઉપર કબ્જાે જમાવી રાખનાર ઠાકોરભાઈ પટેલ પરિવારના એક પુત્રને ભાજપાએ ટિકિટ આપતા કોંગ્રેસે ઈશ્વર પટેલના સગા ભાઈની ઉમેદવારી માટે પસંદગી કરી છે.કોંગ્રેસની બીજી યાદી જાહેર થયા બાદ તમામની નજર અંકલેશ્વર બેઠક ઉપર ટકી છે જ્યાં ભાઈ સામે ભાઈ ટકરાશે.

ભરૂચ જીલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી ભરૂચ અને જંબુસરને બાદ કરતા જીલ્લાની અન્ય ત્રણ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.વાગરામાં સુલેમાન પટેલને રિપીટ કરાયા છે,

Bharuch BJP candidates

ઝઘડીયામાં યુવા અગ્રણી ફતેસિંહ વસાવાને ઉમેદવારીની તક આપી છે,જયારે ૬ ટર્મ કરતા વધુ સમયથી બેઠક ઉપર કબ્જાે જમાવી રાખનાર ઠાકોરભાઈ પટેલ પરિવારના એક પુત્રને ભાજપાએ ટિકિટ આપતા કોંગ્રેસે ઈશ્વર પટેલના સગા ભાઈની ઉમેદવારી માટે પસંદગી કરી છે.કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ તમામની નજર અંકલેશ્વર બેઠક ઉપર ટકી છે જ્યાં ભાઈ સામે ભાઈ ચૂંટણી મેદાનમાં ટકરાશે.

ભરૂચ જીલ્લા કોંગ્રેસમાં સુલેમાન પટેલ જાણીતું નામ છે.આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપા ખૂબજ પાતળી સરસાઈથી જીતતું આવ્યું છે.આ બેઠક ઉપર મુસ્લિમ અને કોળી મતદાર સૌથી વધુ છે.વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીમાં સુલેમાન પટેલ માત્ર ૨૬૮૬ મતથી પરાજિત થયા હતા.આ સમયે નારાજ મુસ્લિમ નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી સુલેમાન પટેલના વધુ મત કાપ્યા હતા.

પરાજય બાદ પણ સુલેમાને મનોબળ ન તોડી બીજી ટર્મ માટે ટિકિટ માંગવાનું ચાલુ રાખ્યું હતું.સુલેમાન પટેલે કોરોનાકાળમાં સારી કામગીરીથી મતદારોનું દિલ જીત્યું હોવાના દાવા સાથે યાદીમાં રિપીટ કરવા માંગ કરી હતી જે સ્વીકારવામાં આવી છે.
તો અંકલેશ્વર બેઠક ભાજપા જીતે કે કોંગ્રેસ પણ એ વાત નક્કી છે કે

આ સીટ ઉપર માજી ધારાસભ્ય ઠાકોરભાઈ પટેલના પરિવારનો જ કબ્જાે રહેશે. ભાજપના ૪ ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઈ વિજયસિંહ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વિજયસિંહ ઘણા સમયથી તેમના સગાભાઈ ઈશ્વર પટેલથી નારાજ છે.વિજયસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તરત ટિકિટ માટે માંગણી કરી હતી. અંકલેશ્વર – હાંસોટના મતદાર ઠાકોરભાઈ પટેલના પરિવારને સારું માન આપે છે.વિજયસિંહ આ લોકચાહનાના દાવા સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.

તો યુવા આગેવાન ફતેસિંહ વસાવાને કોંગ્રેસે ઝઘડીયા બેઠક ઉપર થી ઉમેદવાર જાહેર કર્યા છે. ફતેસિંહ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ છે અને થોડા સમય અગાઉ જ તેઓ મ્‌ઁ માંથી કોંગ્રેસમાં જાેડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટુ વસાવા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નહિ હોવાના મ્‌ઁ ના ર્નિણય બાદ કોંગ્રેસ વધુ જાેર લગાવી રહી છે.છોટુ વસાવા ૭ ટર્મ ધારાસભ્ય રહ્યા છે તો બીજી તરફ આ વિધાનસભામાં મોટે ભાગે કોંગ્રેસ બીજા ક્રમે જ રહી છે.ગત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મ્‌ઁ એ ગઠબંધન કર્યું હતું.પરંતુ આ વર્ષે કોંગ્રેસે યુવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.

તો બીજી તરફ ભરૂચ અને જંબુસર ની બેઠક માટે કોકડું ગુચવતા આ બંને બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા નથી.ત્યારે ભરૂચ બેઠક ઉપર ત્રણ નામો ની ચર્ચા માંથી એક નામ નક્કી કરવામાં પાર્ટી હજુ વિચારમાં છે.તો જંબુસર બેઠક ઉપર પણ બે નામો ચર્ચા માં છે.જેમાં હાલના ધારાસભ્ય સંજય સોલંકી તો પ્રદેશ મહામંત્રી સંદીપ માંગના નામ ની ચર્ચા ચાલી રહી છે ત્યારે હજે જાેવું એ રહ્યું કે આ બંને બેઠકો ઉપર કોનું નામ જાહેર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.