Western Times News

Gujarati News

દબંગ જોડી દરોગા હપ્પુ સિંહ અને રજ્જોએ કાશી નગરીની મુલાકાત લીધી

એન્ડટીવી પર ‘ઘરેલુ કોમેડી’ હપ્પુ કી ઉલટન પલટનભારતીય ટેલિવિઝન પર સૌથી વહાલા કોમેડી શોમાંથી એક છે. કપાળ પર સેર આવેલા ચિક્કાર તેલ ચોપડેલા વાળથી લઈને લાક્ષણિક મૂછોને હાઈલાઈટ કરતા પાનના ડાઘ સુધી મોજીલો મોટી ફાંદવાળો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)એ દર્શકોને ખૂબ હસાવ્યા છે.

શો દરોગા હપ્પુ સિંહ, તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), સતત નોંકઝોંક કરતી કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા છે. આ અત્યંત લોકપ્રિય દબંગ જોડીએ દેવ દીપાવલીનો સ્થાનિક તહેવારનો જોશ માણવા, અનેક ઘાટ જોવા, ગંગા નદીના પટ પર બોટ સવારી કરવા અને મોંમાંથી પાણી લાવી દેનારા સ્ટ્રીટ ફૂડ ખાવા અને શહેરના વિખ્યાત સ્ટોર્સમાંથી ખરીદી કરવા માટે કાશી નગરીની મુલાકાત લીધી હતી.

દેવ દીપાવલી પર આ મુલાકાત વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “સર્વ કાશીવાસીઓને દેવ દીપાવલીના અવસર પર હાર્દિક શુભકામનાઓ! અમારો શો હપ્પુ કી ઉલટન પલટનના ઉત્તર પ્રદેશમાં વફાદાર ચાહકવર્ગ છે, જેથી

અમે ઘાટના શહેર વારાણસીમાં અમારા દર્શકોને મળવા અને તેમની સાથે વાતો કરવા માટે વારાણસીની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. વારાણસી ભારતમાં સૌથી પ્રાચીન શહેરમાંથી એક છે અને વિશ્વવિખ્યાત મંદિરોનું ઘર છે, જ્યાં લાખ્ખો ભક્તો દર્શન કરવા આવે છે. વળી, આ શહેરની મુલાકાત માટે દેવ દીપાવલી જેવો બીજો કોઈ અવસર નહીં હોઈ શકે, જે કારણ આ તહેવારમાં અહીં અજોડ અને મંત્રમુગ્ધ કરનારી ઉજવણીઓ થાય છે.

અમે અહીં જ્યાં પણ પ્રવાસ કર્યો ત્યાં અમારા ચાહકોએ અમારા મોજીલા ડાયલોગ અને તકિયાકલામ – અર્રે દાદા સાથે શુભેચ્છા આપી, જેનાથી મને બેહદ ખુશી થઈ. અમારા કામની કાયમ સરાહના કરનારા દર્શકોનો હું આભારી છું અને આવી ઘણી બધી વધુ હાસ્યસભર વાર્તાઓ સાથે અમારા બધા દર્શકોને અમે મોહિત કરવાનું ચાલુ રાખીશું.

અમે અમારી મુલાકાત દરમિયાન અમારા દર્શકો સાથે વાત કરી, વિખ્યાત મંદિરોની મુલાકાત લીધી, ખાવાપીવા અને ખરીદી કરવા માટે સ્થાનિક વિખ્યાત સ્થળોની મુલાકાત લીધી અને ઘાટ ખાતે અવિસ્મરણીય બોટ સવારી પણ કરી હતી. અમે શહેરનાં મોંમાંથી પાણી લાવી દેનારાં ખાદ્યો ટમાટર ચાટ અને લિટ્ટી ચોખા સાથે કુલ્હડ કી ચાય માણ્યાં.

આ શિવની નગરીએ મને ફરી એક વાર મોહિત કરી દીધો. જોકે વર્ષોમાં આ શહેરની મારી આ બીજી મુલાકાત હતી. મને બેહદ ખુશી થઈ. હું ફરી અહીં આવવા માગું છું. હર હર મહાદેવ !”

દેવ દીપાવલીમાં પહેલી જ વાર અહીં આવી તે વિશે કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહ કહે છે, “દેવ દીપાવલીની અમારા બધા દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. અમારો શો હપ્પુ કી ઉલટન પલટન તેના મોજીલી મોટી ફાંદવાળા હપ્પુ સિંહ, તેની દબંગ દુલ્હનિયા રજ્જો

અને તેમના અતુલનીય કોમિક ટાઈમિંગ અને કાનપુરિયા બોલીમાં મોજીલી નોકઝોકે દર્શકોને બેસુમાર હસાવ્યા છે, જેથી આ તેમના ફેવરીટ શોમાંથી એક બન્યો છે. આથી આ વર્ષે હાસ્યનો વધારાનો ડોઝ આપવા અને શહેરનો તહેવારનો જોશ જોવા મળે અમે કાશીની મુલાકાત લેવાનું અને દર્શકો સાથે વાતો કરવાનું નક્કી કર્યું. મેં વારાણસી વિશે બહુ સાંભળ્યું હતું, પરંતુ મુલાકાત લેવાનો ક્યારેય મોકો મળ્યો નહોતો.

આ મારી પ્રથમ મુલાકાત હતી અને તેની સંસ્કૃતિ, લોકો, ખાણીપીણી, શોપિંગ અને એકંદર લહેરથી હું મોહિત થઈ ગઈ હતી. વારાણસીમાં ઘાટથી લઈને રજવાડા સુધી ઘણું બધું જોવાનું છે અને આ બધાં સ્થળદર્શન સાથે વહેલી સવારની બોટ સવારી પણ મજેદાર છે.

વારાણસી તેના કિફાયતી, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, ખા સકરીને કચોરી- સબજી, જલેબી, ગોલગપ્પે એ ઠંડાઈ સાથે શાકાહારીઓ માટે સ્વર્ગ સમાન છે. હું શહેરની સુંદરતા અને ભવ્ય ઉજવણીથી મંત્રમુગ્ધ બની ગઈ હતી. મને કાશીની મુલાકાત લેવાનો મોકો મળ્યો તેની બેહદ ખુશી છે. ગલીઓમાં લોકોએ અમને તુરંત ઓળખી કાઢ્યા હતા અને અમને શુભેચ્છા આપી હતી. તેમના પ્રેમ અને વહાલથી હું મોહિત થઈ ગઈ હતી. આ અનુભવ મને કાયમ માટે યાદ રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.