Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ ઉદ્‌ઘાટન કર્યું હતું તે રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું કાવતરૂ

લોકોને રાત્રે જાેરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો ત્યારબાદ પાટા પર જાેઈને જાેયું તો પાટા તૂટેલા હતાઃ 

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૧૩ દિવસ પહેલા શરૂ થયેલ ઉદયપુર-અમદાવાદ રેલવે લાઇન પર ે બ્લાસ્ટ થતા ડરનો માહોલ બની ગયો હતો. Explosion on railway track near Udaipur, train services suspended

પ્રથમ દ્રષ્ટિએ રેલવે ટ્રેકને ઉખાડવાના પ્રયાસમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી દારૂગોળો મળી આવ્યો છે. હકીકતમાં ઘટનાસ્થળ આસપાસ માઇનિંગ એરિયા પણ છે. પોલીસ અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળના બંને તરફ ટ્રેનની અવરજવર બંધ છે.

સૌથી પહેલા તો સ્થાનિક લોકોએ અહીં જાેરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ઘટના સ્થળેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ ૪ કલાક પહેલાં ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર સુધી જ અટકાવી દેવામાં આવી છે. બ્લાસ્ટ સ્થળ ઉદયપુરથી લગભગ ૩૫ કિમી દૂર છે.

જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું- ડિટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાને પણ વિગતવાર તપાસ માટે સૂચના આપી છે.

રાજસ્થાન પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (છ્‌જી) ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એટીએસ આતંકવાદી ષડ્યંત્રના એંગલથી તપાસ કરી રહી છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ડિટોનેટર સુપર ૯૦ શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના ઉદયપુરથી લગભગ ૩૫ કિમી દૂર બની હતી. આ ઘટના ઉદયપુર-સલુમ્બર રોડ પર કેવડાનાં નાળા નજીક ઓડા રેલવે પુલ પર બની હતી.

જ્યાં શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તુરંત ટ્રેક પર પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જાેઈને હેરાન થઈ ગયા હતા. તેમણે જાેયું કે રેલવે લાઈન પર દારૂગોળો પડ્યો હતો. લોખંડના પાટા અનેક જગ્યાએથી તૂટી ગયા હતા. ટ્રેક પર પાટામાં નટ-બોલ્ટ પણ નહોતા. ગ્રામજનોએ આપેલી માહિતી બાદ ટ્રેક પર ટ્રેનની અવર-જવરને એટકાવી દેવામાં આવી હતી.

રેલવે તંત્રએ આ ટ્રેક પર ચાલતી ટ્રેનોને અટકાવી દીધી છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જાે કે ટ્રેનની અવર-જવર ક્યારે શરૂ થશે તે બાબતે રેલવેના અધિકારીઓએ કંઈ જણાવ્યું નથી.

ઉદયપુર રેલવે એરિયા મેનેજર બદ્રી પ્રસાદે જણાવ્યું કે, ઉદયપુર-અમદાવાદ લાઇન પર બંને ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. વહેલી તકે લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ષડ્યંત્ર પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઉદયપુર-અમદાવાદ ટ્રેનને પીએમ નરેન્દ્ર મોદીએ ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ અસારવા સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેક માટે ૬ વર્ષ લાંબો સમય રાહ જાેવી પડી. અગાઉ મીટરગેજ (નાની લાઇન) હતી, તેને દૂર કરીને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.