Western Times News

Gujarati News

આંગણવાડી બહેનોએ સંગઠનના પ્રમુખની સચિવાલયમાં પ્રવેશબંધી ઉઠાવવા માંગ કરતુ આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવ્યું

ભરૂચ : ઝઘડિયા તાલુકાની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા આજરોજ ઝઘડિયા મામલતદારને એક આવેદનપત્ર પાઠવી ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મેહતા પર લાદવામાં આવેલ સચિવાલયમાં પ્રવેશબંધી તાત્કાલિક અસર થી દૂર કરવા આવે તેવી માંગ કરી હતી.આવેદનપત્ર પાઠવવા ઝઘડિયા તાલુકાની સેંકડો આંગણવાડી કર્મચારી બહેનો ઝઘડિયા સેવાસદન ખાતે ઉપસ્થિત રહી હતી.

ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજરોજ મામલતદારને આવેદનપાત્ર પાઠવ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતુ કે પ્રતિનિધિ મંડળના પ્રમુખ અરુણ મેહતા જેઓ ગુજરાતના જાણીતા શ્રમજીવી આગેવાન છે તેમજ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સી.આઈ.ટી.યુ ના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ છે. ભાવનગરના માજી મેયર છે તેમના ઉપર સચિવલયમાં પ્રવેશબંધી ફરમાવી છે જે અયોગ્ય છે.

અરુણ મેહતા દ્વારા ૨૦૧૮ના વર્ષમાં રાજ્યમાં કામ કરતા આશા વર્કરો અને આંગણવાડી બહેનોના પગાર વધારા અંગે સરકાર નિર્ણય નહિ કરતા ગાંધીનગર ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી.લોકશાહીમાં આંદોલન,ધરણા કરવા એ વ્યક્તિનો મૌલિક અધિકાર છે તેથી તે અપરાધ કે ગુનો ગણાય નહિ.આ બાબતે આવેદનમાં વધુ જણાવાયું છે કે સંગઠનના પ્રમુખ અરુણ મેહતા પર લદાયેલા સચિવાલય પ્રવેશબંધીને ઘણો સમય વીતી ગયો છે તેને તાત્કાલિક દૂર કરવા કર્મચારી બહેનોએ આગ્રહ પૂર્વક માંગણી કરી હતી.તાલુકાની સેંકડો આંગણવાડી કર્મચારી બહેનો સેવાસદન ખાતે ઉપસ્થિત રહી પ્રવેશબંધી ઉઠાવવા માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.