Western Times News

Gujarati News

કોંગ્રેસ અને ભાજપના નેતાઓની આગામી પેઢી ૨૦ વર્ષ પછી ટકરાશે

અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની ડીસા બેઠકની વાત કરીએ. ૧૯૯૮ અને ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ માટે કોંગ્રેસના ગોવા રબારી તેમજ ભારતીય જનતા પાર્ટીના ગોરધનજી માળીની ટક્કર થઈ હતી. આ વર્ષની ચૂંટણીમાં ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે, પરંતુ આ જવાબદારી હવે નવી પેઢીને મળી છે.

ગોવા રબારીના દીકરા સંજય તેમજ ગોરધનજી માળીના દીકરા પ્રવિણ ૨૦૨૨ની આ ચૂંટણીમાં એકબીજા સામે ઉભા છે. રાજકારણના નિષ્ણાંતો જણાવે છે કે, આ રાજકીય પરિવારોમાં મોટાભાગે એવુ બનતું હોય છે કે આગળની પેઢી પણ રાજકારણમાં નસીબ અજમાવે.

પરંતુ પૂર્વ ધારાસભ્યોના દીકરાઓ તે જ સીટ પર આમને સામને થાય તેવું ઘણી ઓછી વાર જાેવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૫ અને ૧૯૯૮માં ગોરધનજી માળી ડીસા બેઠક પર ધારાસભ્ય બન્યા હતા, જ્યારે ૨૦૦૨ અને ૨૦૧૪ની ચૂંટણીમાં લોકોએ ગોવા રબારીને પસંદ કર્યા હતા.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થવાની છે. ડીસામાં બીજા તબક્કામાં એટલે કે ૫મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.

આ બેઠકના ૨.૮૯ લાખ મતદારો છે, જેમાંથી ૧૭ ટકા મતદારો ઠાકોર સમાજના છે, ૧૨ ટકા માળી સમાજના, ૧૦ ટકા રબારી સમાજના, ૮ ટકા પાલવી દરબાર સમાજના જ્યારે ૫ ટકા ચૌધરી સમાજના છે. ૧૯૯૮માં ગોરધનજી માળીએ ૧૦,૪૫૧ મતથી સત્તા મેળવી હતી.

પાંચ વર્ષ પછી સ્થિતિ બદલાઈ ગઈ જ્યારે ગોવા રબારી ચૂંટણી જીતી ગયા હતા. ૨૦૦૭ની વાત કરીએ તો, ભારતીય જનતા પાર્ટીએ ગોવા રબારીની સામે લિલાધર વાઘેલાને ઉભા કર્યા હતા, જેમણે જીત મેળવી હતી. ૨૦૧૨માં લિલાધર વાઘેલાએ જીત મેળવી હતી.

પરંતુ જ્યારે ૨૦૧૪માં તેઓ લોકસભાની ચૂંટણી જીત્યા ત્યારે પેટાચૂંટણી થઈ જેમાં ગોવા રબારીએ જીત મેળવી હતી. જાે કે, ૨૦૧૭માં ભારતીય જનતા પાર્ટીએ શશિકાંત પંડ્યાને મેદાનમાં ઉતાર્યા અને ડીસામાં ફરીથી ભાજપને શાસન મળ્યું.

પ્રવિણ માળીએ જણાવ્યું કે, મેં મારા પિતાને ધારાસભ્ય તરીકે લોકો સાથે કામ કરતા જાેયા છે. મારી ઉંમર ઓછી હતી પરંતુ હું ધ્યાનથી તેમની કામગીરી જાેતો હતો. તેમણે આ મતવિસ્તાર માટે જે કામ કર્યા છે તે મેં જાેયું છે. હું તે પ્રથા આગળ વધારવા માંગુ છું.

હું ડીસા મ્યુનિસિપાલિટીનો અધ્યક્ષ રહી ચૂક્યો છું જ્યાં મને શહેર માટે કામ કરવાની તક મળી હતી. મારા કામને કારણે હું યૂનેસ્કો દ્વારા આયોજિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોન્ફરન્સનો પણ ભાગ રહી ચૂક્યો છું. હરીફ સંજય રબારી વિશે પૂછવામાં આવ્યું તો પ્રવિણ માળીએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી સુકાની વિનાના જહાજ જેવી છે, માટે જેને પણ ટિકિટ મળે કોઈ ફરક નથી પડતો.

રંજય રબારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મેં પણ માર પિતાને રાજકારણ સાથે સંકળાયેલા અને લોકો માટે કામ કરતા જાેયા છે. હું જિલ્લા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છું. દર અઠવાડિયે હું અને મારા પિતા લોકોને મળીએ છીએ. અમે પાયાની સમસ્યાઓ સાથે જાેડાયેલા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.