Western Times News

Gujarati News

લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની ઠંડા કલેજે હત્યા કરી

(એજન્સી)નવીદિલ્હી, શ્રદ્ધા મર્ડર કેસ બાદ દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં લિવ-ઈન પાર્ટનરએ તેની ૨૫ વર્ષની ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકાના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે.

જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી. ૧૧ નવેમ્બરે પોલીસને મદનપુર ખાદર વિસ્તારમાં એક ફ્લેટના ચોથા માળે એક યુવતી બેભાન હાલતમાં મળી હતી. હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તપાસ દરમિયાન યુવતીને મૃત જાહેર કરી. યુવતીની ઓળખ દિલ્હીની રહેવાસી ગુડ્ડી તરીકે થઈ હતી.

શ્રદ્ધા પ્રેગ્નેન્ટ હતી કે કેમ તે દિશામાં પોલીસ કરી રહી છે તપાસ

શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના સંબંધિત ઘણી નવી વાતો સામે આવી રહી છે. જાે કે, સાઉથ દિલ્હીની મહરોલી પોલીસને હજી સુધી કોઈ નક્કર પુરાવો હાથ લાગ્યો નથી. પોલીસે મૃતદેહના ટુકડાંને શોધવા માટે દસ ટીમો બનાવી છે,

જે છતપુરના એન્ક્‌લેવ વિસ્તારના જંગલો, એમબી રોડ, ધાન મિલ કમ્પાઉન્ડની પાછળ અને સ્મશાન પાસેથીના નાળાની આસપાસ મૃતદેહના ટુકડાની શોધી રહી છે. પોલીસે મંગળવારે મોડી સાંજે પણ જંગલોમાં તપાસ કરી હતી. તો બીજી તરફ હત્યાના સમયે શ્રદ્ધા પ્રેગ્નેન્ટ હતી કે કેમ તે અંગે પણ સવાલ થઈ રહ્યા છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આફતાબ પોલીસને જેટલી પણ જાણકારી આપી રહ્યો છે, તે સાચી નીકળી રહી નથી. તેવામાં તે વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, હત્યા પહેલા શ્રદ્ધા ગર્ભવતી હતી કે નહીં. એક્સપર્ટનું કહેવું છે કે, આટલા સમય બાદ હાડકા મળવાથી તે જાણવું મુશ્કેલ છે.

મહરૌલી પોલીસ મૃતદેહના ટુકડાં શોધવા માટે ડોગ સ્ક્વોડ સાથે બુધવારે સવારે છતરપુરના જંગલોમાં પહોંચી હતી. જાે કે, ડોગ સ્ક્વોડને હજુ શરીરના અંગોની કોઈ ગંધ આવી નથી. મંગળવારે પોલીસને જંગલોમાંથી પેલ્વિક બોન મળ્યા હતા, જે શ્રદ્ધાના કમરનો નીચોનો ભાગ હોવાનું માનવામાં આવી રહી છે.

પોલીસને આશા છે કે, આ પેલ્વિક બોન શ્રદ્ધાના મૃતદેહની ઓળખ સાબિત કરવામાં મહત્વનું સાબિત થશે. દિલ્હી પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યા સમયે શ્રદ્ધા ગર્ભવતી હતી. જાે કે, આ વાતની પુષ્ટિ થઈ નથી. એક્સપર્ટનું કહેવું છે કે, આટલા સમય બાદ હાડકાઓ મળવાથી તે વાતની જાણ કરવી શક્ય નથી.

ઘર અથવા તેના મોબાઈલ ફોન પર ડોક્ટર દ્વારા મળેલી કોઈ રિસિપ્ટ અથવા ચેટિંગથી કદાચ જાણ થઈ શકે કે, તે પ્રેગ્નેટ હતી. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પણ આફતાબ તેનું ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા અકાઉન્ટ ચલાવતો રહ્યો હતો. તેણે જૂન મહિના સુધી શ્રદ્ધાનો મોબાઈલ ઓન રાખ્યો હતો.

પરંતુ કોઈની સાથે વાત કરતો નહોતો. તે હંમેશા મેસેજ દ્વારા જવાબ આપતો હતો. શ્રદ્ધાના બેંક અકાઉન્ટમાંથી તેણે ૨૬ મેના રોજ ૫૪ હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.