Western Times News

Gujarati News

ચોરી અટકાવવા LPG સિલિન્ડર પર QR કોડનું મેટલ સ્ટિકર લગાવાશે

(એજન્સી)નવી દિલ્હી,સરકાર એલપીજીગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોની સુવિધા માટે કડક પગલાં લેવા જઈ રહી છે.

ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરે છે કે તેમના ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ગેસનો જથ્થો ૧ થી ૨ કિલો ઓછો છે. આવી સ્થિતિમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ ગ્રાહકો તેને શોધી શકતા નથી.

જેના કારણે ગેસ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ હવે સરકારે આવા લોકોને પકડવા માટે કડક પગલું ભરવાનું નક્કી કર્યું છે. સરકાર હવે એલપીજીસિલિન્ડરને ક્યુઆરકોડથી સજ્જ કરવા જઈ રહી છે. આ સાથે ગ્રાહકોને ઘણી સુવિધાઓ મળશે.

આ બાબતે માહિતી આપતાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે હવે સરકાર ગેસની ચોરી રોકવા માટે એલપીજી સિલિન્ડરને ક્યુઆરકોડથી સજ્જ કરવા જઈ રહી છે. તે કંઈક અંશે આધાર કાર્ડ જેવું હશે. આ ક્યુઆરકોડ દ્વારા ગેસ સિલિન્ડરમાં હાજર ગેસને ટ્રેક કરવાનું ખૂબ જ સરળ બનશે.

આ સાથે, જાે કોઈ વ્યક્તિ ગેસ સિલિન્ડરમાં ગેસ ચોરી કરે છે, તો તેને ટ્રેક કરવું ખૂબ જ સરળ રહેશે. વિશ્વ એલપીજી સપ્તાહ ૨૦૨૨ના ખાસ અવસર પર આ માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ તમામ એલપીજી સિલિન્ડરો પર ક્યુઆરકોડ લગાવવામાં આવશે.

સરકારે પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ કામ ૩ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે નવા ગેસ સિલિન્ડરમાં ક્યુઆરકોડ નાખવામાં આવશે. અને ગેસ સિલિન્ડરમાં ક્યૂઆર કોડનું મેટલ સ્ટીકર ગેસ સિલિન્ડર પર ચોંટાડવામાં આવશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ગેસ સિલિન્ડરમાં ક્યુઆરકોડની હાજરી તેના ટ્રેકિંગને ખૂબ જ સરળ બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.