Western Times News

Gujarati News

નડીઆદ વિધાનસભા ભાજપના ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર થયેલો પ્રારંભ

પંકજભાઇ દેસાઇના સમર્થનમાં ઉમટી પડેલા શહેરી અને ગ્રામ્યજનો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વિધાનસભા ૨૦૨૨ના ચૂંટણીના શ્રીગણેશ થઇ ગયા છે. નડીઆદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે નડીઆદના લોકપ્રિય પંકજભાઇ દેસાઇએ પોતાનુ નામાંકન પત્ર ભરી દીધુ છે. આજે ગરૂવારના પરમ પવિત્ર દિને તેઓએ પોતાના વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યદંડક પંકજભાઇ દેસાઇના સમર્થનમાં ૧૩ ગામના પ્રજાજનો અને બે શહેરોના શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, હાલમાં જીલ્લામાં વિધાનસભાની છ બેઠકો પૈકી સૌથી વધુ મતે આ ચુંટણીમાં નડીઆદ બેઠકના ઉમેદવાર પંકજભાઇ દેસાઇ વિજેતા બનશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો જયારે મહામંત્રી અજયભાઇ બ્રહમભટે છ- છ ટમથી વિધાનસભામાં વિજેતા પંકજભાઇએ નડીઆદને વિકાસની હરણફાળ ભરાવી છે

ત્યારે તેઓને ૫૧૦૦૦ થી વધુ મતે વિજયી બનાવવા માટે સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી આ પ્રસંગે વિધાનસભાના ઇન્ચાર્જ અને મહામંત્રી વિકાસભાઇ શાહે આ ભરોસાની ભાજપની સરકારમાં સુશાસન માટે પંકજભાઇ દેસાઇની થયેલી વરણીને આવકારીને લોકપ્રિય જન સેવકને ભારે બહુમત સાથે વિજય બનાવવા માટે સૌને કટીબધ્ધ થવા અને મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે વિધાનસભાના ઉમેદવાર છઠ્ઠીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પંકજભાઇ દેસાઇએ સમગ્ર ભાજપાના પદાધિકારીઓનો આભાર વ્યકત કરવાની સાથે નંબર ૧ થી જીતવાનુ આયોજન કરવા માટે સૌ કાર્યકરો શહેરીજનોને અપીલ કરી હતી

આ પ્રસંગે તેઓએ ચૂંટણીના આયોજનની જીણવટભરી સમજ આપતા જણાવ્યુ હતુ કે આજદિન સુધીમાં બે લાખ મતદારોનો સીધો ફોન ઉપર સંપર્ક કરાયો છે. ૫૫૦૫૫ હજાર પેજ સમીતીના પ્રમુખ છે. સભ્ય નોંધણીમાં પણ નડીઆદ વિધાનસભા અગ્રેસર છે

ત્યારે છેલ્લા ૦૫/૦૫/૧૯૮૫ના વર્ષથી ૨૧ વર્ષની ઉમરથી રાજકારણમાં જાેડાઇને નાનામાં નાના માણસનુ કામ કેવી રીતે કરવું અને તેને પાર પાડવુ તેની સંકલ્પ પ્રતીબધ્ધતા સૌને સમજાવી હતી આ પ્રસંગે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઇ ભટ્ટ, નંદ કિશોરજી એમ.પી.ના બહાદુરસિંહજી, મનીષભાઇ દેસાઇ (બોબ) , તેજશભાઇ પટેલ, જીલ્લા મહિલા પ્રમુખ નલિનીબેન પટેલ હિરેનભાઇ દેસાઇ, સહીત ૧૩ ગામના સરપંચો, સભ્યો અને નડીઆદ નગર પાલિકાના ભાજપના તમામ કાઉન્સીલરો ઉપસ્થિત રહયા હતા.

આ હકડેઠઠ મેદનીથી ઉભરાતા ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયમાં સૌને નિયમીત હાજર રહીને વિજયનો રણટંકાર કરવા માટે સૌને ઉપસ્થિત રહેવા પંકજભાઇ દેસાઇએ અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.