Western Times News

Gujarati News

ગુજરાતમાંથી અમારી ભારત જાેડો યાત્રા ન નીકળતી હોવાનું દુઃખઃ રાહુલ

(એજન્સી)રાજકોટ, સુરતમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની સામે તેમણે કોંગ્રેસનો ભવ્ય પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભારત જાેડો યાત્રા શરૂ કરી. આ યાત્રા શ્રીનગર સુધી જશે. શ્રીનગરમાં તિરંગે લહેરાવીશુ. આ યાત્રામા બહુ શીખવા મળી રહ્યું છે. યુવાઓ સાથે વાતચીત થઈ રહી છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ સાથે વાત થઈ રહી છે.

લોકો પ્રેમ વરસાવી રહ્યાં છે. પરંતુ ટીવીવાળા બહુ બતાવતા નથી. પરંતુ નદી જેવુ છે, રોજ સવારે છ વાગ્યે શરૂ થાય, અને રાતે પૂરી થાય. દુખ એટલુ છે કે યાત્રા ગુજરાતમાંથી ન નીકળી. આ સભામાં ઇન્દ્રનીલ રાજગુરૂએ કહ્યુ હતું કે, કોંગ્રેસની હું માફી માંગી માંગુ છું.

હું ભૂલથી ભટકી ગયો હતો. હું આમ આદમી પાર્ટીમાં ગયો હતો. એ કોઈ કટ્ટર ઈમાનદાર પાર્ટી નથી, પરંતું ભ્રષ્ટચારી પાર્ટી છે. મેં એ લોકોને નજીકથી જાેયા છે. તેમોન વિશ્વાસ ન કરતા. હું કોંગ્રેસ અને બધાની માફી માંગુ છું. તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ હતું કે, ભાજપના ગઢ સમાં ગુજરાતમાં વર્ષો બાદ ભાજપના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓનાં નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખી પ્રચાર વધુ તેજ બનાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.