Western Times News

Gujarati News

નડિયાદમાં શેરકંડ તળાવ નજીક કાંસ બેસી જતાં બે ટ્રકોના પાછળના વ્હિલ ઉતરી ગયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેના શેરકંડ તળાવ નજીક આવેલ કાંસ એકા એક બેસી જતાં કાંસ પર પાર્ક કરેલ બે ટ્રકોના પાછળના વ્હિલ આ કાંસમા ઉતરી ગયા છે. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નહોતી નડીયાદ શહેરના નગરપાલિકાની કમ્પાઉન્ડ વોલને અડીને આવેલ શેરકંડ તળાવ પાસેના જર્જરિત કાંસ પરની જાેખમી દુકાનો થોડા માસ અગાઉ પાલીકા તંત્ર એ તોડી કાંસને ખુલ્લો કર્યો હતો. પરંતુ કેટલીક જગ્યાઓ પર કાંસ પરનો જાેખમી સ્લેબ રહેવા દેતાં આસપાસના ધંધાર્થીઓ અહીંયા મોટા વ્હિકલો પાર્ક કરી રહ્યા હતા.

રવિવારની રાત્રે અહીંયા આ કાંસ પર પાર્ક કરેલ બે ખાતર ભરેલ ટ્રકના પાછળના વ્હિલ એકાએક કાંસમા ઉતરી ગયા હતા કાંસ બેસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રાતનો સમય હોવાથી અહીયા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી પાલિકા તંત્ર એ અહીંયા કાંસ પર આવેલી દુકાનો તો હટાવી દીધી પરંતુ કાંસ અમૂક જગ્યાએ ખુલ્લો કર્યો તો અમુક જગ્યાએ આ કાસ પરનો જાેખમી સ્લેબ એમનો એમ રહેવા દીધો હતો. જેના કારણે લોકો અહીંયા વાહનો પાર્ક કરતાં હતાં. પાલીકા તંત્ર આ કાંસને ખુલ્લો કરી નવી રીતે સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ ભરે તેવી માંગ પ્રબળ બની છે. સાથે સાથે અહીયાનો ખખડધજ રોડ નવો બનાવે તેવી ધંધાર્થીઓએ માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.