Western Times News

Gujarati News

લોકશાહીના પર્વમા ભાગ લઇ મતદાન કરવાનો સંકલ્પ કરતા કોલેજના વિદ્યાર્થીઓ તથા મિડીયા કર્મીઓ

(ડાંગ માહિતી ): આહવાઃ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના લોકશાહીના અવસરને સાર્થક બનાવવાના હેતુસર ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ધમેર્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓ દ્વારા ડાંગ જિલ્લામા મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે.

જે અતર્ગત ડાંગ જિલ્લા માહિતી કચેરીમા MCMC અને મિડીયા સેન્ટર કાર્યરત કરવામા આવ્યુ છે. અહીં જિલ્લાના મીડિયાકર્મીઓ, મતદાતાઓ, વિદ્યાર્થીઓ, તથા અભ્યાસુઓ આ મિડિયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. ગતરોજ સરકારી વાણિજ્ય અને વિનીયન કોલેજના NSSના વિધ્યાર્થીઓ તેમજ કે.જી.બી.વી. આહવાની વિધ્યાર્થીનીઓ દ્વારા મિડીયા સેન્ટરની મુલાકાત લઇ ચૂંટણીલક્ષી માહિતી મેળવવામા આવી હતી.

મિડીયા સેન્ટરની મુલાકાત લેવા આવેલ વિધ્યાર્થઓ દ્વારા વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમા મોટી સંખ્યામા મતદાન થાય, અને લોકશાહીના પર્વમા સૌ કોઇ ભાગ લઇ પોતાના મતદાનનો ઉપયોગ કરે તે માટે સંકલ્પ લેવામા આવ્યા હતા. MCMC સેન્ટર ખાતે વિધ્યાર્થીઓ અને મીડિયાકર્મીઓએ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના લોકતંત્રના સૌથી મોટા અવસર સમાન આગામી ચૂંટણીમા મોટી સંખ્યામા લોકો ઉત્સાહભેર મતદાન કરે, મતદાન અંગે અન્ય લોકોમા જાગૃતી ફેલાવવા તેમજ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.