Western Times News

Gujarati News

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર રૂખસાના કૌસરનું પાત્ર ભજવશે

મુંબઈ, એક એવી કહાની જે વાસ્તવિક જીવનમાં તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૯ ના દિવસે બધા ભોજન કર્યા પછી સૂવાની તૈયારી કરી રહ્યા હતા. પછી કંઈક એવું બન્યું, જેના વિશે ૨૦ વર્ષની રુખસાના કૌસરે સપનામાં પણ વિચાર્યું નહીં હોય.

હાથમાં મોટી બંદૂકો સાથે ત્રણ માણસો ઘરમાં ઘૂસી ગયા હતા. અંદર પ્રવેશ કર્યો અને આશરો માંગ્યો. રુખસાના અને તેના પરિવારને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તેઓ આતંકવાદી છે. રુખસાનાના પિતાએ આતંકીઓને ઘરમાં એક રાત વિતાવવાની સખત ના પાડી દીધી હતી.

આ સાંભળીને આતંકવાદીઓનો ચહેરો ગુસ્સાથી ચમકવા લાગ્યો હતો. તેઓએ રુખસાનાના પિતાને બંદૂકના બટથી મારવાનું શરૂ કર્યું હતું. તે સમયે રુખસાના અને તેનો ભાઈ પલંગની નીચે છુપાઈને આ બધું જાેઈ રહ્યા હતા. પરંતુ તેના પિતા પર હુમલો થતો જાેઈને તે પોતાની જાતને રોકી શક્યા ન હતા. ત્યારે નજીકમાં પડેલી કુહાડી ઉપાડી અને એક આતંકવાદીને તેના ગળા માર માર્યો હતો.

કંઈક સમજાય ત્યાં સુધીમાં રુખસાનાએ બંદૂક છીનવીને ફાયરિંગ પણ શરુ કરી દીધું હતું. એક આતંકવાદીને મારનાર રુખસાનાએ પાછળથી કહ્યું કે તે મુશ્કેલ સમયમાં તેણીએ હિંમત ક્યાંથી મેળવી અને અલ્લાહનો આભાર પણ માન્યો હતો.

પરંતુ તે સમયે તે ખતરનાક હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથે લડી હતી. રુખસાનાનું આ ઉગ્ર સ્વરૂપ જાેઈને આતંકીઓ પણ થોડીક ક્ષણો માટે ડરથી ધ્રૂજી ગયા અને હાથ પગ ઉંચા કરીને ભાગી ગયા હતા. બાદમાં રુખસાના અને તેના પરિવારજનો પોલીસ પાસે પહોંચ્યા હતા.

જાે.કે સમગ્ર ઘટના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીને રૂખસાનાની હિંમત અંગે પ્રશંસા કરી હતી. આ બધી કહાની જે તમે ઉપર વાંચી હશે, હવે તમને સ્ક્રીન પર પણ જાેવા મળશે. શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીનની રૂખસાના બનશે. એક અહેવાલ મુજબ નિર્માતાઓએ અભિનેત્રી સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાે બધું બરાબર રહ્યું તો શ્રદ્ધાની આ બીજી ફિલ્મ હશે, જે એક વાસ્તવિક કહાની પર આધારિત હશે. અગાઉ તેણે અંડરવર્લ્ડ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરની ભૂમિકા ભજવી છે.

રુખસાના કૌસર જમ્મુ-કાશ્મીરના રાજાેરી જિલ્લાના કલસીની રહેવાસી છે. મળતી માહિતી મુજબ રુખસાનાએ છદ્ભ-૪૭ વડે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ લશ્કર કમાન્ડર અબુ ઓસામા તરીકે થઈ હતી. આ સાહસ માટે રૂખસાનાને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોથી નવાજવામાં પણ આવ્યા હતા. શ્રદ્ધા કપૂરે વર્ષ ૨૦૧૦માં ફિલ્મ ‘તીન પત્તી’થી અભિનયની શરૂઆત કરી હતી.

આ પછી તેણે યશરાજ ફિલ્મ્સની ત્રણ ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ તેને વિશેષ ફિલ્મ્સની આશિકી ૨ થી લોકપ્રિયતા મળી હતી. તેણે ‘એક વિલન’માં જાેરદાર પરફોર્મન્સ આપ્યું હતું. તેની ‘છમ્ઝ્રડ્ઢ ૨’, ‘બાગી’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘સ્ત્રી’, ‘છિછોરે’ જેવી ફિલ્મોને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

હવે તે લવ રંજનની ફિલ્મમાં જાેવા મળશે, જેનું નામ હજુ નક્કી થયું નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભેડિયા’માં તેણે કેમિયો કર્યો છે. ‘સ્ત્રી ૨’ વિશે પણ ચર્ચા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકતા કપૂરની ફિલ્મ ‘કેટિના’ માટે પણ શ્રદ્ધાને કાસ્ટ કરવાની યોજના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.