Western Times News

Gujarati News

સ્ટોક બ્રોકિંગ કંપનીમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું બે બેરલ કેમિકલ મટિરિયલ મળ્યું

૫૦૦ કરોડની ડ્રગ્સની ફેક્ટરીના મામલે આરોપીઓની સઘન પૂછપરછ

(એજન્સી)વડોદરા, વડોદરા પાસે સિંધરોટ ગામની સીમમાંથી ૫૦૦ કરોડની એમડી ડ્રગ્સની ફેક્ટરી પકડાયા બાદ એટીએસની ટીમ આરોપી શૈલેષ કટારિયાને લઈને આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

જેમાં એટીએસને એમડી ડ્રગ્સ બનાવવાનું બે બેરલ કેમિકલ મટિરિયલ મળી આવ્યું હતું. વડોદરાના ગોડાઉનમાં જ સિફતપૂર્વક સેંકડો કિલો ડ્રગ્સ બનાવવાનું સબસ્ટાન્સ છુપાવ્યું હતું. જેમાંથી ૫૦૦ કિલો ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું. એટીએસ અને પોલીસે કેમિકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

૫૦૦ કરોડની ડ્રગ્સની ફેક્ટરીના મામલે આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓએ સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસ નં-૧૭માં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ છુપાવેલુ છે, જેથી એટીએસની ટીમ આરોપી શૈલેષ ગોવિંદભાઈ કટારિયાને લઈને સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આરોપી શૈલેષ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો.આ દરમિયાન ડ્રગ્સ બનાવવામાં કેમિકલના બે બેરલ મળી આવ્યા હતા. એટીએસની ટીમે એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી. લિક્વિડના બેરલ ખોલતા એટીએસના અધિકારીઓની આંખો બળવા લાગી હતી.

આ દરમિયાન પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ કર્યાં બાદ એટીએસની ટીમ આરોપીને લઈને સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી. જાેકે ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ આફિસ બંધ હતી.

વડોદરા શહેર નજીક સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં સવા મહિના પહેલાં જ ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને તૈયાર ૬૩ કિલો ૬૧૩ ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું ૮૦ કિલો અને ૨૬૦ ગ્રામ જુદું-જુદું લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂા.૫૦૦ કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટીએસે સૂત્રધાર સૌમીલ પાઠક સહિત ૫ આરોપીની ધરપકડ કરી ફેક્ટરી સીલ કરી હતી.

એટીએસનું ઓપરેશન ૧૪ કલાકથી વધુ સમય ચાલ્યું હતું. મોક્સી બાદ સિંધરોટની રેડમાં પણ વડોદરા જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. કોલ સેન્ટરના ધંધામાં સૌમીલને ખોટ જતાં ઇઝી મની માટે તે ડ્રગ્સના વેપલામાં પડ્યો હતો. સૌમીલ મુંબઇની રેવ પાર્ટીમાં મોડેલ્સને ડ્રગ્સ આપવામાં મુંબઇ પોલીસના હાથે ઝડપાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.