Western Times News

Gujarati News

પૂરપાટ ઝડપે પસાર થતી ટેન્કર ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઈ

(એજન્સી)વડોદરા, વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નં-૪૮ પર કરજણ પાસે ટોલ પ્લાઝા આવેલો છે. આ ટોલપ્લાઝા પર મંગળવારે સાંજે ૪.૦૭ વાગ્યે એક પૂરપાટ ઝડપે ધસમસતો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો હતો.
આ સમયે ટોલ પ્લાઝામાં હાજર તમામ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા.

ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જાેકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ ઘટનામાં ટોલપ્લાઝામાં ઘૂસી ગયેલા ટ્રકનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
સાંજે ૪ વાગ્યાની આસપાસ કર્મચારીઓ પોતપોતાના કામમાં કર્મચારીઓ વ્યસ્ત હતા.

કેટલાક લોકો ટોલપ્લાઝાની ઓફિસની બહાર નીકળી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક ઓફિસમાં ઘૂસી આવતા કર્મચારીઓ શું કરવુ અને ક્યાં જવુ તેનો પણ સમય મળ્યો નહોતો. કર્મચારીઓમાં ભાગ દોડ મચી ગઈ હતી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ માંડ માંડ જીવ બચાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.