Western Times News

Gujarati News

પંજાબમાં સગર્ભાના મૃત્યુદરમાં ૧૩.૯૩ ટકાનો ઘટાડો: આરોગ્યમંત્રી ચેતન સિંહ

ચંદીગઢ, પંજાબમાં ભગવંત માનની સરકાર બન્યા બાદ સતત એક પછી એક મોટા આરોગ્ય સુધાર કરવામાં આવી રહ્યા છે. ભગવંત માન સરકાર દ્વારા સંચાલિત આમ આદમી ક્લિનિક જેવી યોજનાથી રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા છે. હાલમાં જ સામે આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સગર્ભાઓના મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

પંજાબ સરકાર આરોગ્યને લઈને એક પછી એક પગલા ભરી રહી છે ત્યારે પંજાબના આરોગ્ય મંત્રી ચેતન સિંહ જાેડામાજરાએ જણાવ્યુ કે,રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર પંજાબમાં ગર્ભાવસ્થા દરમિયાન માતાનો મૃત્યુદર ૧૨૯ થી ઘટીને ૧૦૫ પર આવી ગયો છે, જે ૧૩.૯૩ ટકાનો ઘટાડો દર્શાવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકના જન્મબાદના ૪૨ દિવસોમાં થતા માતાના મૃત્યુને માતૃત્વ મૃત્યુદર ગણવામા આવે છે.

આરોગ્ય મંત્રીએ આગળ જણાવ્યુ કે, એમએમઆર આરોગ્ય રાજ્યના સામાજિક-આર્થિક વિકાસનું મુખ્ય સૂચક છે અને પંજાબ આવી સિદ્ધિઓથી એક નવા માર્ગ પર છે. એમએમઆરમાં સતત ઘટાડા સાથે આપણે ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના ૭૦ પ્રતિ લાખ જીવંત જન્મના લક્ષ્યાંકને પહોંચી વળવાના માર્ગ પર છીએ. તેમણે કહ્યું કે ૨૦૨૩ના અંત સુધીમાં પંજાબમાં ૩૮ પ્રસૂતિ હોસ્પિટલો હશે.

કોઈપણ દેશ કે રાજ્યમાં માતાના આરોગ્યની સંભાળ મુખ્ય મુદ્દો હોય છે ત્યારે મંત્રીએ આગળ જણાવ્યુ કે, સિઝેરિયન વિભાગ દ્વારા પ્રસૂતિને બદલે સામાન્ય પ્રસૂતિને પ્રોત્સાહિત કરવા પંજાબ એક નવી કેડર લઈ રહ્યું છે – મિડવાઈફરીમાં નર્સ પ્રેક્ટિશનર આ માટે પટિયાલાની માતા કૌશલ્યા સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે નેશનલ મિડવાઇફરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવી છે.

અહીં મિડવાઇફરી એજ્યુકેટર્સની પ્રથમ બેચને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ માટે આંતરરાષ્ટ્રીય મિડવાઇફરી એજ્યુકેટર્સ પણ સામેલ કરાયા છે. તેઓને ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને કેન્યાથી બોલાવવામાં આવ્યા છે. આ માટે પસંદ કરાયેલા ૧૬ રાજ્યોમાંથી પંજાબ આ પ્રતિષ્ઠિત સંસ્થા શરૂ કરનાર ત્રીજું રાજ્ય છે.

પંજાબ વ્યાપક પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યું છે. તમામ ઉચ્ચ જાેખમ ધરાવતી સગર્ભા સ્ત્રીઓને ટ્રેક કરવામાં આવી રહી છે. તેમને નજીકની આરોગ્ય સંસ્થામાં તબીબી અધિકારી દ્વારા સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ મહિલાઓને પરિવહન સહાય તરીકે પ્રતિ મુલાકાત ૧૦૦ રૂપિયા આપવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.