Western Times News

Gujarati News

ડાયનોસોરના જમાનાની માછલી : સીલાકંથ

પૃથ્વી પર ડાયનોસોર કરોડો વર્ષ પહેલાં હતા અને નાશ પણ પામ્યા. તે જમાનાના ઘણા પ્રાણીઓ પણ નાશ પામ્યા અથવા તો રૂપાંતરિત થઈ નાના પશુ-પક્ષીઓ બની ગયા પરંતુ હિન્દ મહાસાગરમાં જાેવા મળતી સીલાકંથ નામની માછલી ડાયનોસોરના જમાનાથી હજી ય જાેવા મળે છે.

વિજ્ઞાનીઓ એમ માનતા હતા કે આ માછલી ૭ કરોડ વર્ષ પહેલાં નાશ પામેલી પરંતુ ૧૯૩૮માં દક્ષિણ આફ્રિકાના કાંઠે પાંચ ફૂટ લાંબી ભૂરા ભિંગડા અને ગોળાકાર આંખોવાળી સીલાકંથ નામની માછલી મળી આવી. અભ્યાસ કરીને વિજ્ઞાનીઓએ તેને ક્રોસ્પેટેરીજી કાળની હોવાનું જણાવ્યું આ માછલીને અશ્મી માછલી ઉપનામ પણ આપ્યું કેમકે આજ સુધી માત્ર તેના અશ્મીનો જ જાેવા મળ્યા હતા.

સીલાકંથ માછલીમાંથી રૂપાંતર થઈને જમીન પર ચાલતા ચાર પગવાળા પ્રાણીઓની ઉત્પતિ થયાનું વિજ્ઞાનીઓ માને છે. સીલાકંથ માછલીની કરોડરજજુ નરમ હાડકાંની બનેલી હોય છે તેના માથામાં ખોપરી હોય છે અને તીક્ષ્ણ દાંત હોય છે તે માંસાહારી હોય છે તેને ચાર આંખો હો યછે અને સમુદ્રના તળીયે ચાલવામાં પગની જેમ ઉપયોગ કરે છે. સીલાકંથ સમુદ્રમાં ર૦૦ મીટરની ઉંડાઈએ જ રહે છે. મોટેભાગે જવાળામુખીના ખડકોવાળા વિસ્તારમાં વધુ હોય છે. આ માછલીને નસકોરા હોય છે તેની ગોળાકાર ભૂરી આંખો અંધારામાં પણ જાેઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.