Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ન્યૂયોર્કમાં ફરી એક વાર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું

Files Photo

ન્યૂયોર્ક સિટી, કમ્યુનિટી સ્પ્રેડની વધતી જતી સંખ્યાથી હવે કોવિડ-૧૯ના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો વધવાના કારણે માસ્ક અને વાયરસને કાબૂમાં લેવા માટેના અન્ય પગલાં માટેની એક્શન લેવાઈ રહી છે.

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ ગુરુવારે ચેતવણી આપી હતી અને કેટલાય મોટા શહેરોમાં હવે માસ્ક ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે. કોવિડ સ્પ્રેડને જાેતા ન્યૂયોર્કમાં ફરી એક વાર દરેક જગ્યાએ, ઈન્ડોર, ઓફિસ, લોબી, ઈવેન્ટ, જાહેર સ્થળો, સ્કૂલ, જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવું જરુરી છે, આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યા પર પણ માસ્ક પહેરવાનું જણાવ્યું છે.

આ ઉપરાંત ટ્રાવેલિંગ કરતી વખતે પણ માસ્ક પહેરવું જરુરી છે. જાે પાસ કોવિડ પોઝિટિવ છો, તો આપે હાઈ ક્વાલિટીવાળા માસ્ક પહેરવાની પણ સલાહ આપી છે.

એક એજન્સીના જણાવ્યા મુજબ, ૧૩.૭% અમેરિકનો હવે એવા કમ્યુનિટીમાં રહે છે જે હવે હાઈ COVID-૧૯ કમ્યુનિટી સ્તર પર રેટિંગ ધરાવે છે, જે ગયા અઠવાડિયે વસ્તીના ૪.૯% થી વધુ છે. વધારાના ૩૮.૧% અમેરિકનો મીડિયમ વિસ્તારોમાં છે અને ૪૮.૨% નોર્મલ વિસ્તારોમાં છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers