Western Times News

Gujarati News

અભિનેતા રાજપાલ યાદવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું

મુંબઈ, મોડર્ન લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસના કારણે કેટલાય લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. છેલ્લા થોડા વર્ષોમાં તમે કેટલાય લોકોને વાળ ખરવાની સમસ્યાની ફરિયાદ કરતાં સાંભળ્યા હશે.

સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ પણ હેર ફોલના કારણે પરેશાન રહે છે. બોલિવુડ એક્ટર રાજપાલ યાદવ પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હતા. એવામાં તેમણે તાજેતરમાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેમણે પોતાની આ જર્ની ફેન્સ સાથે શેર કરી છે.

હેર ટ્રાન્સપ્લાન્ટથી પ્રક્રિયાથી માંડીને તેમાં દુઃખાવો થાય છે કે નહીં વગેરે જેવી અગત્યની માહિતી આપી છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી રાજપાલ યાદવે પોતાનો નવો લૂક શેર કર્યો છે. રાજપાલ યાદવ હવે પોતાના વાળનો ગ્રોથ જાેઈને અતિશય ખુશ છે. તેમણે ફેન્સ સાથે હેર ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ શેર કર્યો છે.

હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં દુઃખાવો થાય છે કે નહીં, વાળ ખરે છે કે નહીં આ બધી જ વાતો અંગે રાજપાલ યાદવે ખુલાસો કર્યો છે. એક્ટરે કહ્યું, “સામાન્ય રીતે હેર ટ્રાન્સપ્લાન્ટમાં થોડો દુઃખાવો થાય છે પરંતુ મને જરાપણ ના થયો. એવું લાગ્યું જાણે કે, માથામાં કીડી ફરી રહી હતી.

એક્ટરે આગળ કહ્યું, મારું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે શૂટિંગ શરૂ થઈ ગયું હતું. મારે બધા જ વાળ કપાવવા પડ્યા હતા. મને ડર હતો કે અસલી અને ચોંટાડેલા વાળ જામશે કે નહીં.

મેકઅપ અને પ્રદૂષણના લીધે મને ડર લાગી રહ્યો હતો. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી મારા નવા વાળ આવ્યા ત્યારે લોકોને ખબર પણ ના પડી કે મેં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. મારા વાળનો એટલો સરસ નેચરલ ગ્રોથ થયો છે કે જાેઈને લોકોને ખબર પણ ના પડે કે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે.

એકદમ ૧૦૦ ટકા રિઝલ્ટ છે. રાજપાલ યાદવે ફેન્સને જણાવ્યું કે, તમારે સૌથી મોટી સાવધાની એ રાખવાની કે જ્યારે તમારું ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું હોય ત્યારે કોઈ ઈમર્જન્સી આવી જાય તો એ ક્લિનિકમાં યોગ્ય ક્રિટિકલ હેર કેર ટીમ હાજર હોય. ટીમ હાજર છે કે નહીં તેની ખાતરી પહેલા જ કરી લેવી. રાજપાલ યાદવ પહેલા CID ફેમ એક્ટર દયાનંદ શેટ્ટીએ પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

તેણે ફેન્સ સાથે અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, ‘હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે લોકો ડરાવે છે કે ખૂબ પીડા થાય છે, સોજાે આવે છે પરંતુ મારે સોજાે નહોતો આવ્યો. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે જે દુઃખાવો થયો તે ૨૦-૨૧ દિવસમાં ઓછો થઈ ગયો પરંતુ જે એરિયામાં હેર ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાં હજી પણ થોડી નમ્બનેસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.