Western Times News

Gujarati News

NDDBના મેનેેજીંગ ડીરેક્ટર તરીકે મિનેશ શાહને નિયુક્ત કરાયા

આણંદ, નેશનલ ડેેરી ડેવલપમેન્ટ બોર્ડ- એનડીડીબીમાં ચેરમેનપદનો કાર્યભાર સંભાળી રહેલા એક્ઝીક્યુટીવ ડીરેક્ટર મિનેશ શાહને  મેનેેજીેગ ડીરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એનડીડીબીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા મીનેશ શાહને એક્ઝિક્યુટી ડીરેક્ટરમાંથી મેનેજીંગ ડીરકેટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મિનેશ શાહ ૧ લી જૂન વર્ષ ર૦ર૧ થી એનડીડી બીમાં ચેરમેનપદેનો વધારાનો કાર્યભાર સંભાળ્યો હતો. એનડીડીબી માં ડીસેમ્બર ર૦ર૦ થી નિયમિત ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી નથી.

એનડીડીબીના બોર્ડ ઓફ ડીરેક્ટર દ્વારા મિનેશ શાહને એકંમિાનસિક રીતે અસ્વસ્થ બાળકો એક્ઝિકયુટીવ ડીરેક્ટરમાંથી મેનેજીંગ ડીરેક્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની મેનેજીંગ ડીરેક્ટર તરીકેની નિયુક્ત ૧પમી નવેમ્બરથી લાગુ થશે. એનડીડીએમાં ૧ લી જૂન ર૦ર૧થી ચેરમેનપદનો વધારાનો કાર્યભાર સંભાળતા મિનેશ શાહનો કાર્યકાળ ૩૦મી નવેમ્બરે સમાપ્ત થઈ જતો હોઈ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તેઓને મેનેજીંગ ડીરેક્ટર તરીકેે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

બીજી તરફ એનડીડી બીમાં ડીસેમ્બર ર૦ર૦માં ચેરમેન તરીકે દિલીપ રથનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કાયમી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી નથી.ડીસેમ્બર ર૦ર૦માં ભારત સરારના પશુપાલન અને ડેરી વિભાગના તત્કાલીન સંયુક્ત સચિવ વર્ષા જાેગીનેે ચેરમેનપદનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

જેે ૩૧મી મે, ર૦ર૧ના રોજ છ મહિનાનો કાર્યકાળ સમાપ્ત થતાં એનડીડીબીના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર મિનેશ શાહને ૧લી જૂન ર૦ર૧ થી ચેરમેનેપદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. મિનેશ શાહ આણંદની શેઠ એમ.સી. કોલેજ ઓફ ડેરી સાયન્સમાંથી ડેરી ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થઈને

ઈરમામાંથી પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઈન રૂરલ મેનેજમેન્ટની પદવી ધરાવે છે. વર્ષ ૧૯૯૮પથી તેઓ એનડીડીબીમાં સેવાઓ આપી રહ્યા છે. અને ડેરી ક્ષેત્રમાં રીસર્ચ એેન્ડ ડેવલોપમેન્ટ, પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ ડેવલોપમેન્ટ, પ્રોજેક્ટ મૂલ્યાંકન અને ફાયનાન્સ, કો-ઓપરેટીવ સર્વિસ વગેરેમાં ૩૭ વર્ષનો બહુ પરિમાણીય અનુભવ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.