Western Times News

Gujarati News

રેલવે સુરક્ષામાં ઉત્તમ કામગીરી બદલ અમદાવાદના 3 કર્મચારીઓ સન્માનિત કરાયા

પશ્ચિમ રેલવેના  અમદાવાદ મંડળના ત્રણ રેલ કર્મચારીઓને સતર્કતા સજાગતા સાથે રેલવે સુરક્ષા (સેફટી)માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.  મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે,

(1) યાંત્રિક વિભાગના કર્મચારી શ્રી હર્ષદ પટેલ, લોકો પાયલટ-વટવા તારીખ 07/10/2022 ના રોજ ટ્રેન નંબર BCNE (LocoNo.69044) પર કાર્યરત હતા. લગભગ 01:32 વાગ્યે, જ્યારે ટ્રેન અમદાવાદથી સાબરમતી તરફ આગળ વધી રહી હતી,

ત્યારે તેમને  લાઈન નં. 01 ના મધ્ય ટ્રેક પાસે K.M.No.496/26 પર એક ટ્રક ઉભેલી જોઈ. તેમને  તૈયારી બતાવી સાવધાની પૂર્વક ટ્રેન ને રોકી દીધી  તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટ્રક નંબર GJ-01-FT-9313 બાઉન્ડ્રી વોલના કામમાં માલ ઉતારવા માટે ટ્રેકની નજીક આવ્યો હતો અને વરસાદના કારણે  થયેલ કાદવમાં ફસાઈ ગયો હતો.

તેઓએ આ અંગે કંટ્રોલને જાણ કરી અને PWI અમદાવાદ દ્વારા લગભગ 03:05 વાગ્યે ટ્રકને હટાવી ડ્રાઇવર અને ગાર્ડે પરિસ્થિતિનું અવલોકન કરીને સ્થળ પરથી ની ટ્રેનનું સાવધાની પૂર્વક પ્રસ્થાન કર્યું.

(2) ઓપરેશન વિભાગના કર્મચારી, શ્રી સુરેશ કુમાર મીણા, ગાર્ડ-ગાંધીધામ, તારીખ 02/11/2022 ના રોજ માળિયા મિયાણા ખાતે ટ્રેન નંબર  AOMM/MDCC/Cont (લોકો નંબર 12196) નો ચાર્જ સંભાળ્યો

અને 06.20 કલાકે  માળિયા મિયાણા સ્ટેશનથી પ્રસ્થાન કર્યું લગભગ 07:07 કલાકે સુરબારી સ્ટેશનથી પ્રસ્થાન કર્યા પછી, કિમી સંખ્યા 723/07 પર, ટ્રેનમાંથી વધુ પડતી ગ્રીસ   સળગતું  હોવાની ગંધ આવતા, તેમણે  લોકો પાયલટને જાણ કરી અને ટ્રેન ઊભી રાખી અને તપાસ કરી,

તો જાણવા મળ્યું કે 5વેગન નંબર BLCAL. 02715. વ્હીલના એક્સલ-બોક્સમાંથી ધુમાડો નીકળી રહ્યો છે, જે હોટ એક્સલનું લક્ષણ હતું. તેમણે આ અંગે તાત્કાલિક CCR-અમદાવાદને જાણ કરી હતી અને CCR અમદાવાદના આદેશ મુજબ ટ્રેનને પાછળ ધકેલીને સુરબારી સ્ટેશનની લાઇન નંબર 2 પર લાવવામાં આવી હતી.

અને ઉપરોક્ત વેગનને કાપીને લાઇન નંબર 1માં સ્થિર કર્યા બાદ સ્ટેશન પરથી ટ્રેનને ફરીથી રવાના કરવામાં આવી હતી આ રીતે તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે સંભવિત અકસ્માત ટળી ગયો હતો.

3) ઓપરેશન વિભાગના કર્મચારી શ્રી જવાનજી બી, પોઈન્ટ્સ મેન, તારીખ, 02/11/2022 ના રોજ ઝુલાસણ સ્ટેશન પર શ્રી જવાનજી બી, પોઈન્ટ્સ મેઈનની પોસ્ટ  પર  07 થી 19 કલાકની શિફ્ટમાં કાર્યરત. ઉપરોક્ત તારીખે લગભગ 07:42 કલાકે, સ્ટેશનથી અપ ટ્રેન નંબર 16508માંથી દોડતી વખતે,

તેમણે  બ્રેક વાન નંબર SLR-14853 (SWR) માંથી ઓફ-સાઇડમાંથી ધુમાડો નીકળતો જોયો. શ્રી જવાનજીએ તત્પરતા બતાવી તરત જ ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડને રેડ સિગ્નલ બતાવ્યું, જેમણે તાત્કાલિક ફરજ પરના સ્ટેશન માસ્તર ઝુલાસણ શ્રી ઉમેશ પટેલને આ સંદર્ભે જાણ કરી.

નિયમાનુસાર તાત્કાલિક પગલાં લઈને સ્ટેશન માસ્તર-ઝુલાસણે વીએચએફ સેટ દ્વારા ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડને જાણ કરી, પરંતુ કોઈ વાત ન થતા ત્યારે સ્ટેશન માસ્ટરે 07:46 વાગ્યે આગલા સ્ટેશનના ઑન-ડ્યુટી સ્ટેશન ડાંગરવાને. “ટ્રેન રોકો”. અને તાપસ કરીને સૂચના આપી અને તથા આ સંદર્ભમાં કાર્યરત ટ્રેન નિયંત્રક-અમદાવાદને પણ જાણ કરી.

07:50 વાગ્યે, ઉપરોક્ત ટ્રેન ડાંગરવા સ્ટેશન પર રોકાઈ હતી, જ્યાં ઉપરોક્ત કોચની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઝડપથી ધુમાડો નીકળી રહ્યો છે.  અને આગ પકડી રહી છે સ્ટેશન માસ્તર-ડાંગરવા દ્વારા અગ્નિશામક સાધનો વડે આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી

અને ટ્રેનને છોડ્યા બાદ 08:25 કલાકે ડાંગરવા સ્ટેશનેથી ટ્રેન નિયંત્રકના આદેશથી પુનઃ પ્રસ્થાન કરવામાં આવી હતી આ રીતે તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે થનારી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.