Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધારાસભ્યોની સર્વસંમતીથી ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી

ગાંધીનગર, નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવીને જીત હાંસિલ કરી છે. ત્યારે હવે ગાંધીનગર ખાતે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.

આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે ૧૨મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.

ગુજરાતમા ૧૪મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. આ માટે સરકારની મુદ્દત હજુ બાકી હોવાથી ૧૪મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વર્તમાન સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલે ૧૪મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જાેરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે.

નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જાેરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપે પ્રચાર માટે કાર્પેટ બોમ્બિંગ કર્યું હતું. આ માટે ૪૦થી વધુ પ્રચારકોએ એક સાથે એક જ સમયે ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોમાં પીએમ મોદી,ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંત શર્મા બિસ્વા સહિતના ૪૦ નેતાઓને સ્ટાર પ્રચારકો મેદાનમાં હતાં.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers