Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દ્રશ્યમ ૨ સામે ટકી ના શકી ભેડિયા અને એન એક્શન હીરો

મુંબઈ, વર્ષ ૨૦૨૨ના બોલિવૂડ બોક્સ ઓફિસના આંકડાઓ પર એક નજર કરીએ તો એવી ઘણી ફિલ્મો છે જેણે કમાલ કરી છે. કેટલીક એવી ફિલ્મો છે જેણે સારી કમાણી નથી કરી.

‘એન એક્શન હીરો’ તેમાંથી એક છે. જ્યારથી આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ ‘એન એક્શન હીરો’ રિલીઝ થઈ છે ત્યારથી તે માત્ર મુશ્કેલીનો સામનો કરી રહી છે. અત્યારે કોઈપણ ફિલ્મ માટે ‘દ્રશ્યમ ૨’ આગળ ટકી રહેવું ખૂબ મુશ્કેલ લાગે છે. દરમિયાન, વરુણ ધવનની ‘ભેડિયા’એ પણ સારી શરૂઆત કરી હતી પરંતુ હવે તે પણ ધીમી પડી ગઈ છે.

આ વર્ષ બોલિવૂડ માટે ખાસ સારું નહોતું! અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ દ્રશ્યમ ૨એ ૨૦૦ કરોડનું કલેક્શન કર્યું છે. રિલીઝના ૨૩મા દિવસે દ્રશ્યમ ૨એ ૪.૬૫ કરોડનું કલેક્શન કર્યું હતું.

૧૯મી નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ રિલીઝ થયા બાદથી દર અઠવાડિયે બૉક્સ ઑફિસ પર જાેરદાર કમાણી કરતી જાેવા મળી રહી છે. ‘દ્રશ્યમ ૨’એ રિલીઝના પહેલા અઠવાડિયામાં ૧૦૪.૬૬ કરોડ રૂપિયા જ્યારે બીજા અઠવાડિયે ૫૮.૮૨ કરોડનું કલેક્શન કર્યું છે. ભેડિયા’ બોક્સ ઓફિસ પર રિલીઝ થયા બાદ દરરોજ મોટી કમાણી કરી રહી છે.

‘ભેડિયા’એ રિલીઝ સમયે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ હવે તે ધીમી પડી ગઈ છે. ‘ભેડિયા’એ શનિવારે ૧.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હીરો’ની કમાણીની વાત કરીએ તો તે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી શકી નથી.

શનિવારે તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાણે નહીંવત કમાણી કરી છે. દિગ્દર્શક અનિરુદ્ધ ઐયરની ફિલ્મ ‘એન એક્શન હીરો’ મનોરંજનક છે તેમજ આજની સેલિબ્રિટી અને મીડિયા પર કટાક્ષ છે.

ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ હીરોઈન નથી, પણ તેની ગેરહાજરી અનુભવાતી નથી. એક્ટર આયુષ્માન ખુરાનાનો એક્શન લૂક જાેવા માગતા અને મનોરંજક ફિલ્મો જાેવાના શોખીનો ‘એન એક્શન હીરો જાેઈ શકે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers