Western Times News

Gujarati News

એડલવાઇસ ટોકિયો લાઇફની ગુજરાતમાં વિતરણ ક્ષમતા વિસ્તરણ યોજના

વીમા કંપની રાજ્યમાં અંગ દાન જાગૃતિ મહિનાની પણ ઉજવણી કરી રહી છે

 અમદાવાદ,  મજબૂત બિઝનેસ ગુણવત્તા સર્જન અને ગુજરાતમાં હાજરી વધારવાના દૃઢ ઇરાદા સાથે એડલવાઇસ ટોકિયો લાઇફ રાજ્યમાં સમાન વિચારધારાવાળા લોકો સાથે ભાગીદારી કરવાની શક્યતા ચકાસી રહી છે.

એડલવાઇસ ટોકિયો લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ રિટેલ ઓફિસર અનુપ શેઠે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં વિકસિત થયેલી ઉંડી બિઝનેસ સમજને કારણે રાજ્ય અમારા માટે એક વ્યૂહાત્મક અને મહત્વનું બજાર છે. અમે અહીં માત્ર અમારી એજન્સીઓ અને ડાયરેક્ટ ચેનલ્સ મારફતે જ નહીં પરંતુ બ્રોકર્સ અને કોર્પોરેટ એજન્ટ્સ સાથે અમારી ભાગીદારી મારફતે પણ અત્યારે અહીં મજબૂત હાજરી ધરાવીએ છીએ. અમે રાજ્યમાં અમારા ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધ રહે તેવા મલ્ટિ-ચેનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સર્જન પર ભાર મુકવાનું ચાલું રાખીશું.”

વીમા કંપનીએ રાજ્યમાં તેના તૈનાત શ્રમબળમાં નાણાકીય વર્ષ 2018-19થી લગભગ 17 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને સામાન્ય રીતે એજન્ટ તરીકે ઓળખાતા 4,000 પર્સનલ ફાઇનાન્સર એડવાઇઝર્સ સાથે કામ પણ કરે છે. વધુમાં, તેણે બ્લ્યુચિપ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ, ઇન્ટિગ્રેટેડ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ સર્વિસિસ જેવા મુખ્ય ઇન્શ્યોરન્સ બ્રોકર સાથે તેમજ રાજ્યમાં મજબૂત અને કુશળ હાજરી ધરાવતા લોકો સાથે પણ ભાગીદારી કરેલી છે. ગુજરાત સ્થિત ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથે વિશિષ્ટ ભાગીદારીએ પણ બજારમાં વ્યાપ સુધારવામાં મદદ કરી છે.

એડલવાઇસ ટોકિયો લાઇફ તેના બિઝનેસની ગુણવત્તાને તરલ રાખવા પર વિશેષ ભાર મૂકે છે. આ ક્ષેત્રમાં પ્રમાણમાં તાજેતરમાં પ્રવેશ છતાં વીમા કંપનીએ નાણાકીય વર્ષ 2018-19માં 83 ટકા પર્સિસ્ટન્સી રેશિયો અને 95.82 ટકા ક્લેમ સેટલમેન્ટ રેશિયો નોંધાવ્યો છે.

શેઠે ઉમેર્યું હતું કે, “અમે માનીએ છીએ કે, બિઝનેસની ગુણવત્તા નક્કી કરે છે કે ગ્રાહક આપણા બિઝનેસને કેવી રીતે જોઇ રહ્યો છે. અને, આપણે એક કોર્પોરેટ સિટિઝન તરીકે સમાજમાં શું યોગદાન આપી રહ્યાં છીએ તેના આધારે પણ બિઝનેસની ગુણવત્તા નક્કી થાય છે. અમે સમાજ પર સકારાત્મક અસર કરી શકે તેવા ઉદ્દેશ સાથે જોડાવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.”

એડલવાઇસ ટોકિયો લાઇફ, અભિનેતા રાહુલ બોઝ અને એનજીઓ મોહન ફાઉન્ડેશન સાથે જોડાણમાં સમગ્ર નવેમ્બર દરમિયાન અંગ દાન જાગૃતિ મહિનાની ઉજવણી કરશે. આ જાગૃતિ અભિયાનનો ઉદ્દેશ આ સમાજસેવાના મહત્વ અંગે પ્રજાને શિક્ષણ આપવાનો અને તેમને પ્રતિજ્ઞા લેવા વિનંતી કરવાનો છે.

જાગૃતિ ફેલાવવાની આ સફરમાં તેમને સજ્જ કરવા માટે એડલવાઇસ ટોકિયો લાઇફે ભારતમાં ઓછા દાન દરને સમજવા માટે રિસર્ચ પણ હાથ ધર્યું છે. અભ્યાસ મુજબ, અમદાવાદમાં માત્ર 10 ટકા લોકોએ તેમના મૃત્યુ બાદ અંગદાનની તૈયારી દર્શાવી છે, માત્ર 5 ટકા લોકોએ અંગદાનના પોતાના ઇરાદા અંગે સુસંગત સત્તાવાળાઓને નોંધણી કરાવી છે.

કાર્વી ઇનસાઇટ્સની સાથે હાથ ધરવામાં આવેલું રિસર્ચ દર્શાવે છે કે, આ રિસર્ચમાં ભાગ લેનાર 1565 સહભાગીમાંથી 77 ટકા લોકો અંગ દાનના કન્સેપ્ટને જાણતા હતા, પરંતુ માત્ર 28 ટકા લોકો અંગદાનને મહત્વનું માને છે અને 14 ટકા લોકો તેમના અંગનું દાન કેવી રીતે કરવું તેની પ્રક્રિયા સમજે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.