Western Times News

Gujarati News

યાત્રીઓ ધ્યાન આપેઃ ટ્રેનોમાં ચા, નાસ્તા અને ભોજન વધુ મોંઘા હશે

નવા દરો વહેલી તકે લાગુ કરવાની તૈયારીઃ છેલ્લે ૨૦૧૪માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતોઃ સંબંધિત સમિતીની ભલામણના આધાર ઉપર નિર્ણય

નવીદિલ્હી, ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓને ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ટ્રેનોમાં ચા, નાસ્તા અને ભોજનને વધારે મોંઘા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે યાત્રીઓને હવે આ તમામ ચીજા ઉંચા દર પર લાગુ પડશે. ઇન્ડિયન રેલવે દ્વારા ટ્રેનોમાં ચા, નાસ્તા અને ખાવાની અન્ય ચીજો માટે નવા દર નક્કી કરી દેવામાં આવ્યા છે. નવા દરોને સિસ્ટમમાં ૧૫ દિવસમાં અપડેટ કરી દેવામાં આવનાર છે. ચાર મહિનાના ગાળા બાદ નવા દરોને અમલી કરવામાં આવનાર છે. છેલ્લી વખતે વર્ષ ૨૦૧૪માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી કોઇ સુધારા કરવામાં આવી રહ્યા ન હતા. આના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. આના માટે આઇઆરસીટીસીની રજૂઆત અને સંબંધિત સમિતીઓ દ્વારા દરોમાં વધારો કરવા માટે સતત રજૂઆત કરવામાં આવી રહી હતી.

રેલવે યાત્રીઓને હવે વધારે નાણાં ચુકવી દેવા માટે તૈયાર રહેવુ પડશે. રેલવે બોર્ડમાં પ્રવાસ અને ખાવા પીવાના વિભાગના નિર્દેશક તરફથી જારી કરવામાં આવેલા પરિપત્રમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ પરિપત્રથી જાણવા મળે છે કે રાજધાની, શતાબ્દી અને ડુરેન્ટો ટ્રેનોમાં ચા, નાસ્તા અને ભોજન ખુબ મોંઘા બની રહ્યા છે. આ ટ્રેનોમાં ટિકિટ લેતી વેળા ચાર, નાસ્તા અને ભોજન માટે પણ પૈસા ચુકવવાના હોય છે.

બીજી ટ્રેનોમાં પણ હવે યાત્રીઓને વધારે મોંઘવારીની માર સહન કરવાની રહેશે. રાજધાની, ડુરેન્ટો અને શતાબ્દી ટ્રેનો માટે લાગુ કરવામાં આવેલા નવા દરો ખુબ વધારે હોવાની રજૂઆત સામાન્ય પ્રવાસીઓ કરી રહ્યા છે. સેકન્ડ એસીના યાત્રીઓની ચાર માટે હવે ૧૦ રૂપિયાના બદલે ૨૦ રૂપિયા રહેશે. આવી જ રીતે સ્લીપર ક્લાસના યાત્રીઓને ૧૫ રૂપિયા આપવાના રહેશે. ડુરેન્ટોના સ્લીપર ક્લાસમાં યાત્રીઓને નાસ્તા અને ભોજન માટે પહેલા ૮૦ રૂપિયા ચુકવવા પડતા હતા. હવે ૧૨૦ રૂપિયા ચુકવવાના રહેશે. આવી જ રીતે સાંજે ચાની કિંમત ૨૦ રૂપિયાથી વધારીને ૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે. ટિકિટિંગ સિસ્ટમમાં નવા મેન્યુ દરો અને ચાર્જને લાગુ કરવામાં હાલ સમય લાગશે.

નવા મેન્યુ અને ચાર્જને ૧૫ દિવસમાં અપડેટ કરી દેવામાં આવનાર છે. જ્યારે ૧૨૦ દિવસ અથવા તો ચાર મહિનાના ગાળા બાદ આને લાગુ કરવામાં આવનાર છે. જ્યારે નવા ચાર્જ લાગુ કરી દેવામાં આવશે ત્યારે રાજધાનીના ફર્સ્ટ એસી કોચમાં ભોજન ૧૪૫ રૂપિયાના બદલે ૨૪૫ રૂપિયામાં પડનાર છે. સુધારવામા આવેલા દરો માત્ર પ્રિમિયમ ટ્રેનો માટે જ નથી બલ્કે સામાન્ય લોકોને પણ પ્રભાવિત કરનાર છે. રેગ્યુલર મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં વ્યવસ્થિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ આગામી દિવસોમાં ખુબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે આમાં હવે કોઇ સુધારા કરવામાં આવનાર છે.

એક વખતે ભોજનના દરો વધી ગયા બાદ તેને સિસ્ટમમાં લાગુ કરી દેવામાં આવનાર છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં આને લઇને ચર્ચા પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યારે ભોજનના અને ચાના નવા દરો અમલી કરવામાં આવશે ત્યારે આને લઇને હોબાળો થાય તેવી પ્રબળ શક્યતા પણ દેખાઇ રહી છે. સિસ્ટમમાં નવા મેન્યુ અને ચાર્જ લાગૂ કરવામાં આવ્યા બાદ યાત્રીઓ ઉપર વધુ બોજ પડશે.

રેગ્યુલર મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય વેઝિટેરિયન ભોજન ૮૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે જેની હાલમાં કિંમત ૫૦ રૂપિયા હતી. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન રેલવે યાત્રીઓને એગ બિરિયાની ૯૦ રૂપિયામાં અને ચિકન બિરિયાની ૧૧૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે. રેગ્યુલર ટ્રેનોમાં ૧૩૦ રૂપિયાની કિંમત પર ચિકનકરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાર મહિનાના ગાળા બાદ નવા દરો લાગૂ થવા જઈ રહ્યા છે. કેટરિંગ ચાર્જમાં વધારો કરવામાં આવી ચુક્યો છે. રાજધાની, દુરન્તો, શતાબ્દી એક્સપ્રેસ માટે ફર્સ્ટ એસી રેટના દરો અને દુરન્તો એક્સપ્રેસમાં સ્લીપર રેટમાં વધારો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.