Western Times News

Gujarati News

ટેલિકોમ ક્ષેત્રમાં ત્રણ ખાનગી કંપની જોવા સરકાર કટિબદ્ધ

નવીદિલ્હી, ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી જંગી ત્રિમાસિક નુકસાન થયાના એક દિવસ બાદ ટેલિકોમની મહાકાય કંપની વોડાફોન આઈડિયાના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર અથવા તો સીઈઓ રવિન્દ્ર ટક્કરે આજે કહ્યું હતું કે, એડજસ્ટમેન્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઉપર સીધી અસર કરશે.

કંપની રિવ્યુ પિટિશન દાખલ કરવાની તૈયારીમાં છે. કોન્ફરન્સ કોલ મારફતે મિડિયા સાથે વાતચીત કરતા આજે રવિન્દ્ર ટક્કરે કહ્યું હતું કે, સરકાર દ્વારા ઓપરેટરો દ્વારા સામનો કરવામાં આવી રહેલી દબાણની સ્થિતિને લઇને વારંવાર વાત કરવામાં આવી છે.

સરકાર ઓપરેટરોના દબાણની સ્થિતિને સારીરીતે સમજી રહી છે. સાથે સાથે ત્રણ પ્રાઇવેટ કંપનીઓ અને ટેલિકોમ સેક્ટરમાં એક જાહેર ક્ષેત્રની કંપનીઓ મેદાનમાં રહે તેમ ઇચ્છે છે. સરકાર ત્રણ ખાનગી કંપનીઓને જાવા માટે ઇચ્છુક છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે સરકાર સાથે રચનાત્મકરીતે વાતચીત કરી રહ્યા છે.

એજીઆર કેસ પહેલા વાતચીત થઇ ચુકી છે. જવાબ ખુબ સાનુકુળ રહ્યો છે. ટક્કરે કહ્યું હતું કે, આ સેક્ટર માટે સેલ્યુલર ઓપરેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા મારફતે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી ચુકી છે. સેક્ટરમાં રહેલી સ્થિતિ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર એકંદરે અર્થતંત્રના હિતમાં કામ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે ઉમેર્યું હતું કે, વોડાફોન આઇડિયાએ કોઇપણ બેંકને પેમેન્ટને લઇને હજુ વધુ ઝડપ દર્શાવી નથી. ફ્લોર કિંમતોના મુદ્દા પર ટક્કરે રહ્યું હતું કે, ફ્લોર પ્રાઇઝિંગ માટેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જા ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય બાબત રહે તેવી અમારી પહેલ થઇ રહી છે. બીજી બાજુ ટ્રાઇના ચેરમેન આરએસ શર્માએ કહ્યું હતું કે, ટેલિકોમ વિભાગે ટેરિફ માટે ફ્લોર પ્રાઇઝના સંદર્ભમાં કોઇપણ અભિપ્રાય માટે રેગ્યુલેટરનો સંપર્ક કર્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.