યાત્રાધામ ડાકોરમાં સવારના ૬ઃ૧૫ કલાકે મંગળા આરતી થશે
(પ્રતિનિધિ) ડાકોર, ધનુષમાસ માં મંગળા આરતીનું વિશેષ મહત્વ હોય છે યાત્રાધામ ડાકોર ધનુષ માસ મંગળા આરતી આજરોજ સવારે ૬ઃ૧૫ અરસામાં થાય છે ૧૫ જાન્યુઆરી ઉતરાણ સુધી મંગળા આરતી ૬ઃ૧૫ અરસામાં થશે ધનુષ માસની અંદર ઉતરાયણ સુધી શ્રી રાજા રણછોડરાય મહારાજ મંગળા આરતી પછી તરત જ ખીચડો આરોગવા બિરાજે છે આ ખીચડાનું મહત્વ સરળ ઋતુમાં ના લાગે તે હેતુથી આ ખીચડામાં બદામ. કાજુ. પીસ્તા .ખારેખ તજ લવિંગ મરીએ સુકા મેવાથી ભરપૂર ખીચડી અને રવૈયા શ્રી રાજા રણછોડ ની આરોગતાં હોય છે
ધનુષ માસમાં દૂર દૂરથી ભાવિક ભક્તો મંગળા આરતી વિશેષ કરતા હોય છે અને ધનુમાસ ખીચડી નો લાહવો માટે યાત્રાધામ ડાકોરમાં મંદિરમાં આવતા હોય છે ભાવિક ભકતો આ ખીચડી ખાઈ ખુબજ આનંદમાં આવી જાય છે ધનુષ માસમાં મંગળા આરતી પછી સતત એક કલાક મંદિર બંધ રહે છે ત્યારબાદ સવારના ૦૮ઃ૦૦ વાગેભગવાનધનુષ માસના દર્શન ખુલે છે જેમાં ભગવાન ખીચડી તેમજ રવૈયા નો પ્રસાદ આરોગે છે