Western Times News

Gujarati News

વલસાડમાં સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં “સરસ્વતી મહોત્સવ ખુશીઓ કી લહેર ૨૦૨૨ – ૨૩” નો બે દિવસીય વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો.વલસાડ શહેરનાં અબ્રામામાં આવેલી નામાંકિત પ્રખ્યાત સરસ્વતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરૂ થયેલા વાર્ષિકોત્સવમાં નાના ભૂલકાઓએ એકથી એક ચઢિયાતી કૃતિ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

વલસાડના અબ્રામામાં આવેલી નામાંકિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડનાં ડો. દેવાંગ દેસાઈ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ઇન્ફોસીસના ડિજિટલ સ્પેશિયાલિસ્ટ એન્જિનિયર પ્રબજત સિંઘ ભોગલ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવી ડેન્ટલ સર્જન ખુશી પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.