Western Times News

Gujarati News

વિદ્યાર્થીએ સંસ્કૃત વ્યાકરણનું ૨,૫૦૦ વર્ષ જૂનું રહસ્ય ઉકેલ્યું !

ઋષિરાજે ૨,૫૦૦ વર્ષ જૂના સંસ્કૃત વ્યાકરણના વણઉકેલ્યા રહસ્યને ઉકેલીને એક નવો ઈતિહાસ સજ્ર્યો

કેમ્બ્રિજ,  કેમ્બ્રિજ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી ડૉ. ઋષિરાજ પોપટે દાવો કર્યો છે કે તેમણે અષ્ટાધ્યાયીના જટિલ વ્યાકરણનું રહસ્ય ઉકેલી લીધું છે. ઋષિરાજ પોપટ છેલ્લા ૯ મહિનાથી આ ફોર્મ્યુલા પર સતત કામ કરી રહ્યા હતા, હવે આ નિયમમાં ઉકેલ મળી ગયો છે. Indian at Cambridge solves 2500-yo Sanskrit problem from Panini’s texts. “a major milestone in the history of human interaction with machines, as well as in India’s intellectual history.”

પાણિની પ્રાચીન સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હતા. તે સતત એક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યાં હતાં, પરંતુ આ ગુથ્થી આ ગુંચ ઉકેલાતી ન હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ઋષિરાજે આ કમાલ કરી બતાવ્યો છે. અષ્ટાધ્યાયી સંસ્કૃતની રચનાની જટિલ સમજૂતી આપે છે.

ભારતમાં સંસ્કૃતને સનાતન ધર્મની પવિત્ર ભાષા ગણવામાં આવે છે પરંતુ તે જાહેર ભાષા નથી. બહુ ઓછા લોકો સંસ્કૃત વાંચે છે અને સમજે છે. પાણિનીના સંસ્કૃત વ્યાકરણને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. અષ્ટાધ્યાયી શબ્દ અલ્ગોરિધમ્સ બનાવે છે જે મૂળ શબ્દો અને પ્રત્યયને યોગ્ય વ્યાકરણમાં રૂપાંતરિત કરી શકે છે. જ્યારે પાણિનીના બે અથવા વધુ નિયમો એક સાથે લાગુ કરવામાં આવે છે, ત્યારે વિવાદની સ્થિતિ ઊભી થાય છે. લોકો એક જ ગુત્થીમાં ફસાઈ જાય છે.

ઋષિરાજે આ સૂત્રોને અલગ રીતે વ્યાખ્યાયિત કર્યા છે. તેમણે કહ્યું છે કે શબ્દની ડાબી અને જમણી બાજુ અનુસાર પાણિનીના નિયમો લાગુ પડે છે. પાણિની કહેતા હતા કે જમણી બાજુથી લાગુ થયેલો નિયમ અધિકૃત ગણવો જાેઈએ. જ્યારે તેણે પાણિનીના આ સૂત્ર પર કામ કર્યું

ત્યારે ખબર પડી કે ‘ભાષા યંત્ર’ પર પાણિનીનો નિયમ સંપૂર્ણ રીતે બેસે છે અને તેમાં કોઈ અપવાદ નથી. નિષ્ણાતો ઋષિરાજના તારણોને ‘ક્રાંતિકારી’ ગણાવી રહ્યા છે. આ શોધ સાથે, પ્રથમ વખત, પાણિનીના સંસ્કૃત વ્યાકરણને પણ કમ્પ્યુટર દ્વારા ઉકેલી શકાય છે. અષ્ટાધ્યાયીના ૪૦૦૦ નિયમો તેને કુદરતી ભાષા પ્રક્રિયા પ્રણાલીઓ માટે યોગ્ય બનાવે છે.

અષ્ટાધ્યાયી એ શાસ્ત્રીય સંસ્કૃતના ધ્વનિ, અર્થશાસ્ત્ર અને બંધારણ પરનો આઠ પ્રકરણનો ગ્રંથ છે. તે વ્યાકરણશાસ્ત્રી અને વિદ્વાન દક્ષીપુત્ર પાણિની દ્વારા લખાયેલ છે. તે ભાષાને ઘડે છે અને તેનું નિયમન કરે છે. સંસ્કૃત કેવી રીતે બોલવામાં આવશે, શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે થશે, આ બધાનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, પાણિનીએ આ નિયમો માટે એક સૂત્ર તૈયાર કર્યું હતું જેને વિવિધ વિદ્વાનો પોતપોતાની રીતે વ્યાખ્યાયિત કરતા હતા. તેમણે એક સૂત્રમાં સ્પષ્ટતા કરી હતી કે જ્યારે નિયમો વચ્ચે વિસંગતતા હોય ત્યારે વ્યાકરણમાં પાછળનો નિયમ અસરકારક ગણવો જાેઈએ. આ નિયમનું સાચું અર્થઘટન કરવું સરળ ન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.